ETV Bharat / state

આવો સાપ નહીં જોયો હોય... વાપીમાં મળ્યો સફેદ કલર અને લાલ આંખો વાળો દુર્લભ સાપ - Albino Russell Viper

સામાન્ય રીતે આપણી આસપાસ અનેક પ્રકારના સાપ જોવા મળે છે. પરંતુ એ તમામ સાપમાં સફેદ વાઈપર અને સફેદ કોબ્રા દુર્લભ સાપ છે. વાપીમાં વર્ષો બાદ પ્રથમ વખત આવો સફેદ સાપ મળી આવ્યો છે. rare viper snake

વાપીમાં દુર્લભ સાપ મળ્યો
વાપીમાં દુર્લભ સાપ મળ્યો (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 11:32 AM IST

વાપીમાં દુર્લભ સાપ મળ્યો, સફેદ કલર અને આંખો લાલ (ETV Bharat Reporter)

દમણ : વાપીમાં સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડવાનું કામ કરતા ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે કરવડ ગામેથી એક રસેલ વાઈપર સાપના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું છે. આ સાપનો કલર સફેદ અને આંખ લાલ કલરની છે. તેનું ઝેર પણ અન્ય સાપના ઝેર જેટલું જ ઘાતક છે. સફેદ કલરના કારણે તેને આલ્બીનો વાઈપર કહેવામાં આવે છે. આ સફેદ વાઈપર દુર્લભ હોવાનું મનાય છે.

વાપીમાં દુર્લભ સાપ મળ્યો
વાપીમાં દુર્લભ સાપ મળ્યો (ETV Bharat Reporter)

સફેદ કલરનો દુર્લભ સાપ : વાપીમાં વર્ષો બાદ આલ્બીનો રોગનો ભોગ બનેલ એક રસેલ વાઈપર સાપનું સ્થાનિક ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યૂ કરીને વાપી વનવિભાગને સુપ્રત કર્યો છે. સફેદ રસેલ વાઈપર સાપના બચ્ચાનું રેસ્ક્યુ કરનાર ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ ટીમના રેસ્ક્યુ કમાન્ડન્ટ મુકેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ આલ્બીનો વાઈપર સાપ છે. આલ્બીનો એક રોગ છે. જેના શરીરમાં પીગમેન્ટની ઉણપ હોય એ માણસ અથવા પશુ-પંખીનું શરીર સફેદ રંગનું જોવા મળે છે.

સફેદ કલરનું કારણ : જેમ માનવીમાં કેટલાક વિટામિનની ઉણપ હોય તો તે માનવીનું શરીર એકદમ સફેદ થઈ જાય છે. સામાન્ય રીતે તેના માટે પ્રચલિત શબ્દ કોઢ છે. જે શરીરમાં પીગમેન્ટની ઉણપને કારણે થાય છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, આ કોઢ પશુ-પંખીઓ અને સરીસૃપોને પણ થાય છે. જેને અલબીનો ડીસીઝ કહેવાય છે. સફેદ કલરનો વાઈપર પણ અન્ય વાઈપર જેવો જ છે. જે ખૂબ જ દુલર્ભ છે. જેનું મળી આવવું એ Rarest of the rare cases સમાન છે.

રસલ વાઈપર સાપ : રસલ વાઈપરની કેટલીક ખાસિયતો પૈકી વાત કરીએ તો, તે પાંચ ફૂટની લંબાઈ ધરાવતો હોય છે. પકડાયેલ સફેદ સાપ માદા વાઈપરનું બચ્ચું છે. વાઈપર સાપ ઈંડામાંથી બચ્ચા સ્વરૂપે જન્મતા નથી. માદા વાઈપર સીધા બચ્ચા આપે છે. જેની સંખ્યા ક્યારેક 50 થી 100 જેટલી હોય છે. જન્મથી તે ઝેર અને દાંત ધરાવે છે. સફેદ કલરના આ સાપની આંખો લાલ કલરની હોય છે.

સર્પદંશની શરીર પર અસર : આ વાઈપર સર્પ કરડવાથી કિડની ફેઈલ થવા ઉપરાંત, યુરિનમાં બ્લડ નીકળવું, ઉલટી થવા જેવી અસર ઉત્પન્ન થાય છે. વહેલી તકે તેને હોસ્પિટલમાં સારવાર મળે તો જ તે વ્યક્તિ બચી શકે છે. ચોમાસાની સીઝનમાં ખેતી કામ કરતા અનેક લોકો સર્પદંશનો શિકાર બને છે. અને ક્યારેક સારવારમાં મોડું થવાથી જે તે વ્યક્તિના મૃત્યુના બનાવો પણ બને છે.

ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ : વાપી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મિતુલ પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં તેમના કાર્યકાળ દરમિયાન જ ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે અંદાજીત 1800 જેટલા વિવિધ પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કર્યું છે. સાથે જ અસંખ્ય પશુ અને પક્ષીઓને બચાવ્યા છે. અગાઉ સફેદ નાગનું પણ રેસ્ક્યુ કર્યું હતું. આ દુલર્ભ ખડચિતરા સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો છે. જેને વનવિભાગની ટીમ સુરક્ષિત સ્થાન પર છોડશે. આ સફેદ વાઈપર વલસાડ જિલ્લામાં કદાચ પ્રથમ વખત જોવા મળ્યો છે, જે સ્વસ્થ હાલતમાં છે.

સફેદ સાપ અંગે માન્યતા : રેસ્ક્યુ ટીમનું માનીએ તો આવા સફેદ રંગના સાપ પ્રત્યે લોકોમાં અનેક અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. એટલે આવો સાપ જ્યારે પણ જોવા મળે છે, ત્યારે લોકો તેની પૂજા કરે છે અને તેને દૂધ પીવડાવે છે. જોકે હકીકતે આવા સાપ જોવા મળે તો આવો વ્યવહાર ક્યારેય કરવો જોઈએ નહીં. આ સાપમાં પણ અન્ય વાઈપર સાપ જેટલું જ ઝેર હોય છે. ન્યુરોટોક્સિન પ્રકારનું આ ઝેર ધરાવતો સાપ માણસને કરડે ત્યારે કોઈ પણ અંધશ્રદ્ધાવાળા ઉપાયો કરવાને બદલે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી હિતાવહ છે.

વન વિસ્તાર સુરક્ષિત સર્પ : ઉલ્લેખનીય છે કે, પારડી-વાપી વનવિભાગ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક પ્રકારના ઝેરી-બિનઝેરી સાપ જોવા મળે છે. જેનું વનવિભાગ અને NGO દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જે બાદ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. આ સફેદ રંગના અને અલબીનો ડીસીઝ ધરાવતા અલબીનો રસેલ વાઇપરને પણ સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

આ એક વાત નોંધી લો...એક વાત નોંધનીય છે કે, સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સફેદ રંગનો સાપ સપનામાં જોવા મળે અથવા સપનામાં કરડતો દેખાય તો ધનલાભ થવાની શકયતા માનવામાં આવે છે. પરંતુ, જાગૃત અવસ્થામાં આવો દુલર્ભ સાપ જોવા મળે તો તેનાથી બચવું હિતાવહ છે. અને બચશો તો જ ધનલાભ થશે.

  1. ઘરમાંથી 1 નહીં 40 સાપના બચ્ચા નીકળ્યા, જુઓ નાગરાજનો પરિવાર
  2. દંતેવાડા, છત્તીસગઢમાં જોવા મળેલો દુર્લભ પ્રજાતિનો અહૈતુલ્લા લોન્ડકિયા સાપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.