છોટાઉદેપુર: આજે છોટાઉદેપુર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવારમાં આવી. મુસ્લિમ બિરાદરો સાથે ઈદની ઉજવણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ પણ હાજરી આપી હતી. રાજકીય આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા.
કોમી એકતાના દ્રશ્યો સર્જાયાઃ છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી, જેતપુર-પાવી સહિત છોટાઉદેપુર નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સુખરામ ભાઈ રાઠવા, તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે છોટાઉદેપુર જિલ્લાની મસ્જિદોમાં કોમી એક્તાનું વાતાવરણ જોવા મળ્યું હતું. દરેક રાજકીય પક્ષોના અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. છોટાઉદેપુર શહેર ઉપરાંત જિલ્લામાં કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી, જેતપુર-પાવી સહિત છોટાઉદેપુર નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.
મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસ દરમિયાન કઠોર તપસ્યા કરી રોઝા રાખી અલ્લાહની બંદગી કરી છે. આજે રમઝાન મહિનાની પૂર્ણાહુતી એ દરગાહ પાસે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી છે. ત્યારે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામનાઓ પાઠવું છું...સુખરામ રાઠવા(છોટાઉદેપુર લોકસભા બેઠક ઉમેદવાર, કૉંગ્રેસ)
રમઝાન માસ બાદ આજે ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને હું શુભકામનાઓ પાઠવું છું...રાજેન્દ્રસિંહ રાઠવા(ધારાસભ્ય, છોટાઉદેપુર)