કચ્છ: છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમાજ પર અવારનવાર અત્યાચારો થતા આવ્યા છે. અને હાલમાં ખૂબ જ ક્રૂર બનાવ કહી શકાય એવું હાલ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના પરિવારો પર અત્યાચારો થઈ રહ્યા છે અને ખુલ્લેઆમ હિન્દુ પરિવારોને મારી નાખવામાં આવી રહ્યા છે. તેમજ તેમને જીવતા સળગાવી દેવામાં પણ આવી રહ્યા છે. મંદિરો સળગાવી દેવામાં આવી રહ્યા છે, નાના નાના બાળકોની પણ હત્યા કરવામાં આવી રહી છે તો હિન્દુ દીકરીઓ સાથે પણ અત્યાચાર થઈ રહ્યા છે.
સંતોની આગેવાની હેઠળ એક રેલીનું આયોજન: આ બાબતના વિરોધમાં ભારતમાં આજે ભુજ ખાતે જ્યુબિલિ ગ્રાઉન્ડ સર્કલથી કલેક્ટર કચેરી સુધી અખિલ કચ્છ વિરક્ત ષડદર્શન મંડળ, સમગ્ર હિન્દુ સમાજ દ્વારા રેલી મારફતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લો પણ સરહદી જિલ્લો છે ત્યારે બાંગ્લાદેશના બનાવને જોઈને એવું લાગી રહ્યું છે કે કચ્છની અંદર પણ આવા બનાવો બની શકે છે. તો સમગ્ર બનાવવા બાબતે બાંગ્લાદેશને આ કટ્ટરતાના વિરોધમાં સમસ્ત હિંદુ સમાજ તથા સાથે સાથે સાધુ સંતોની આગેવાની હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપીને અપીલ કરવામાં આવી: સમસ્ત સાધુ સંતો તથા સમસ્ત હિન્દુ સમાજની લાગણીને માન આપીને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ સમાજના લોકો સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે તે કચ્છમાં પણ આવનારા સમયમાં ના બને તે માટે સંપૂર્ણ પ્રશાસન સતર્ક રહે એવી અપીલ પણ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુઓ ભલે અલ્પ સંખ્યકમાં છે પરંતુ રક્ષણ થવું જોઈએ:બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો રોકાય તે માટે અપીલ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ભલે અલ્પ સંખ્યકમાં છે પરંતુ રક્ષણ થવું જોઈએ જે રીતે ભારતમાં અલ્પ સંખ્યક સમાજના લોકો સુરક્ષિત છે તે રીતે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ સુરક્ષિત રહે અને તેમના પર થતા અત્યાચાર રોકાય તેવી કલેકટર સમક્ષ આવેદનપત્ર આપીને અપીલ કરવામાં આવી છે.
કોણ કોણ જોડાયું હતું આ રેલીમાં: કચ્છમાં નીકળેલી આ રેલી અને આવેદનપત્રમાં ભરુડીયા એકલ માતાજી મંદિરના મહંત દેવનાથ બાપુ ગોવર્ધન પર્વતના મહંત ત્રિકમદાસજી મહારાજ માધાપરના આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ સ્વામી પ્રદીપતાનંદજી તેમજ અન્ય સાધુ સંતો અને હિન્દુ સમાજના લોકો જોડાયા હતા.