રાજકોટ: સરકાર અને ન્યાયતંત્ર દ્વારા હાલમાં ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલ છે. આ ફેમીલી કોર્ટ તા.01-06-2024થી ધોરાજીમાં કાર્યરત થવાની છે. જેથી ઉપલેટા કોર્ટમાં રહેલ ભરણપોષણના તમામ કેસો ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર થવાની કાર્યવાહી થઈ રહેલ છે. ઉપલેટા તાલુકાની મહિલા અરજદારોના ભરણપોષણના કેસીસ ધોરાજી ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર થવાથી અરજદારોને ન્યાય મેળવવા માટે 40 થી 60 કીલોમીટર જેટલું અંતર કાપવાનું થશે.
કેસીસ ટ્રાન્સફર ન કરવા માંગણીઃ ઉપલેટા તાલુકાની મહિલા અરજદારો અને તેમના પરીવારનો સમય, શક્તિ અને પૈસાનો વધુ ખર્ચ થશે. જેથી હાલમાં જે ધોરાજી મુકામે ફેમિલી કોર્ટમાં ઉપલેટા તાલુકાના અરજદારોના ભરણપોષણના કેસો ટ્રાન્સકર નહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકા કોર્ટેમાં પુરતી બિલ્ડિંગની સુવીધા રહેલ હોય જેથી ઉપલેટા તાલુકાને મહીનામાં 15 દીવસ ફેમિલી કોર્ટે હાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ફાસ્ટ ટ્રેક કોર્ટઃ ઉપલેટામાં ભૂતકાળમાં 15 દિવસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ફાળવેલ જ હતી પરંતુ સંજોગો વશાત તે ફાસ્ટ ટ્રેક કોર્ટ પૂરા સમય માટે ધોરાજીને ફાળવી આપવામાં આવેલ છે. ઉપલેટા તાલુકાનો મોટો વિસ્તાર રહેલ હોય તથા ઉપલેટા તાલુકામાં એકાવન ગામ તથા બે નગર પાલિકા આવેલ છે. આ ઉપલેટા તાલુકાનો મોટો વિસ્તાર આવેલ છે. ઉપલેટા તાલુકાના ગામોમાં ઘણા એવા પણ ગામો છે જે ઉપલેટાથી પણ 35 થી 40 કીલોમીટના અંતરે આવેલા છે જે ગામોના અરજદારોને ધોરાજી જવા માટે આશરે 40 થી 60 કીલોમીટર જેવો અંતર કાપવાનું રહે છે.
સીનીયર ડીવીઝન કોર્ટઃ ઉપલેટા તાલુકાને સીનીયર ડીવીઝન કોર્ટ રેકર્ડ પર ફાળવવામાં આવેલ હોવા છતા આજ દીવસ સુધી ઉપલેટાને સીનીયર ડીવીઝન કોર્ટની કોઈ ફેસીલીટી આપવામાં આવેલ નથી કે સીનીયર ડીવીઝન કોર્ટ બાબતે કોઈ કાર્યવાહી આજ દીવસ સુધી કરવામાં આવેલ નથી જેથી ઉપલેટાને મંજુર થયેલ સીનીયર ડીવીઝન કોર્ટ તત્કાલ અશરથી ફાળવવામાં આવે અને ઉપલેટાની પ્રજાને ન્યાય આપવામાં આવે તથા ઉપલેટાની પ્રજાને ન્યાય સમયસર મળી રહે તેવી તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
છેવાડાનો તાલુકોઃ ઉપલેટા તાલુકો રાજકોટ જીલ્લાનો છેવાડાનો તાલુકો રહેલ હોય ઉપલેટાની પ્રજાને ન્યાયાલય તથા અન્ય સરકારી ઓફીસોનીની ફાળવણીમાં અન્યાય થતો રહે છે ઉપલેટામાં વિશાળ વિસ્તારમાં ન્યાયાલય રહેલ હોય તથા ઉપલેટામાં એક સાથે ચાર કોર્ટે ચાલી શકે તેવું બાંધકામ રહેલ હોવા છતા ઉપલેટાને પુરતી કોર્ટે ફાળવવામાં આવેલ નથી જેથી ઉપલેટા તાલુકાને મંજુર થયેલ સીનીયર ડીવીઝન કોર્ટ તથા મીહીનામાં 15 દિવસ ફેમિલી કોર્ટ તત્કાળ કાળવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી છે.
એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડિયા તથા જયેશ વસંતના જણાવ્યા અનુસાર, ઉપલેટા બાર એસોસિયેશન દ્વારા ઉપલેટા તાલુકાની પ્રજાના હિતમાં તત્કાલ નિર્ણય લેવામાં આવેલ જેમાં આ બાબતે ઉપલેટા તાલુકાની પ્રજાના હીત માટે ઉપલેટા વકીલ મંડળ દ્વારા કરેલ તા. 18-05-2024 ના ઠરાવ મુજબ મુદાઓનુ નીરાકરણ કરવામાં નહી આવે તો ઉપલેટા વકીલ મંડળ તા. 01-06-2024 થી અચોક્કસ મુદત માટે કોર્ટે કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવી પણ ચીમકી ઉપલેટા વકીલ મંડળમાં ઠરાવ કરવામાં આવેલ છે.