ETV Bharat / state

Rajkot News : સુરત કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ નોંધાઇ ફરિયાદ, ગોંડલ નગરપાલિકાનો મામલો જાણો

રાજકોટના ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનું અંદાજિત 12 કરોડનું ટેન્ડર અપાવવા માટે સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરીને માર માર્યાની બાબતમાં અંતે ફરિયાદ નોંધવામાં આવી છે. જાણો સમગ્ર મામલો.

Rajkot News : સુરત કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ નોંધાઇ ફરિયાદ, ગોંડલ નગરપાલિકાનો મામલો જાણો
Rajkot News : સુરત કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ નોંધાઇ ફરિયાદ, ગોંડલ નગરપાલિકાનો મામલો જાણો
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 20, 2024, 9:21 AM IST

Updated : Feb 20, 2024, 1:14 PM IST

અંતે ફરિયાદ નોંધવામાં આવી

રાજકોટ : ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટ આપવા માટે સુરતના કોન્ટ્રાક્ટરને અપહરણ કરી માર મરાયો હતો. સુરતના કોન્ટ્રાક્ટરે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. ગુજરાત હાઈકોર્ટ ઓર્ડર બાદ સુરતના કોન્ટ્રાક્ટર અપહરણ કેસમાં ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને સભ્યો વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ છે તેમ અખબારી યાદીમાં જણાવાયું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો : સમગ્ર પ્રકરણમાં બીપીનસિંહે ગોંડલ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવીને લેખિતમાં નિવેદન નોંધાવ્યું હોવા છતાં પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરતી હતી ત્યારે આ મામલાની અંદર તેમણે પોલીસને તમામ પુરાવાઓ આપ્યા હોવા છતાં પણ જવાબદાર પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં હાઇકોર્ટે 4 અઠવાડિયામાં સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેથી ગોંડલ પોલીસે અંતે હાઈકોર્ટના હુકમ બાદ IPC કલમ 365, 342, 323, 504, 506(2), 114 મુજબ ફરિયાદ દાખલ કરી છે.

એફઆઈઆર
એફઆઈઆર

ગાર્બેજ કલેક્શનનું ઓનલાઇન ટેન્ડર : સુરતના જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા અને દરબાર વેસ્ટ કોર્પોરેશન નામે રાજ્યની અલગ અલગ દસ જેટલી નગરપાલિકા અને મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ ધરાવતા બીપીનસિંહ પિલુદરીઆ અને દિનેશ સતાણીએ ગોંડલ નગરપાલિકાનું ગાર્બેજ કલેક્શનનું ઓનલાઇન ટેન્ડર ભર્યું હતું. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનું અંદાજિત 12 કરોડનું ટેન્ડર અમદાવાદની શ્રીજી એજન્સીને અપાવવા માટે ગોંડલ નગરપાલિકાના પદાધિકારી રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા (કારોબારી ચેરમેન, ગોંડલ નગર પાલીકા), ચંદુભાઇ મોહન ડાભી (સદસ્ય, ગોંડલ નગર પાલીકા), અશ્વિનભાઇ જે વ્યાસ (ચીફ ઓફીસર, ગોંડલ નગર પાલીકા), મયકભાઈ કચરાભાઇ વૈષ્ણવે પડદા પાછળ ખેલ શરૂ કર્યો હતો.

અપહરણ કરી માર માર્યો : બીપીનસિંહના ટેન્ડરમાંથી ડીડી ગાયબ કરી ડિસ્કોલીફાઈડ કરવામાં આવ્યા હતા. બીપીનસિંહે ફરિયાદ કરતા નગરપાલિકાએ ફરીથી નવું ટેન્ડર બહાર પાડ્યું હતું. બીપીન સિંહ અને દિનેશ સતાણી સાઈડ વિઝીટ સર્ટિફિકેટ લેવા માટે ગોંડલ ગયા હતા. બંને ગોંડલ સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે ઊભા હતા ત્યારે અચાનક આવી ચડેલા રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી અને ગૌતમ સિંધવ તેઓની ગાડીમાં બેસી ગયા હતા. રાજેન્દ્રસિંહે ધમકી આપી બંનેનો અપહરણ કરી હનુમાન મંદિર પાસે આવેલા બંગલામાં લઈ ગયા હતા જ્યાં રાજેન્દ્રસિંહે બંનેને બેફામ ગાળો આપી માર માર્યા હતા.

અરજી પરત ખેંચી લેવા બળજબરી કરી : નગરપાલિકાના ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, મયંક વ્યાસ અને અન્ય બે અજાણ્યા ઈસમો ઓફિસ આવ્યા હતા. ત્યારબાદ એ.જે. વ્યાસે અરજી પરત ખેંચી લેવા લખાણ બળજબરીપુર્વક લખાવી લીધું હતું. સાઇટ વીઝીટ સર્ટીફીકેટ મેળવવાની અરજી ઉપર બીપીનસિંહ પાસે બળજબરીપુર્વક મારે ટેન્ડર ભરવુ નથી તેવું લખાવી લીધુ હતું. ત્યારબાદ રાજેન્દ્રસિંહ અને ચંદુભાઈડાબી રીબડા મુકામે પાટીદાર સમાજના સંમેલનમાં ગયા હતા. એ.જે. વ્યાસ અને ગૌતમ નગરપાલીકાની સરકારી ગાડીમા બીપીનસિંહને બેસાડી ગોંડલ કોર્ટ પાસે આવેલ પ્રગટેશ્વર ઝેરોક્ષ નામની દુકાનમા લઇ હતાં. બીપીનસિંહ પાસે બળજબરીપુર્વક ધમકી આપી સોગંદનામા પર સહી કરાવી નોટરી કરી તેની તથા દિનેશ સતાણીની સાક્ષી તરીકે સહી કરવી હતી. સરકારી ગાડીમા ફરીથી બેસાડી બંગલાના પહેલા માળે લઇ ગયેલ ત્યાં સાંજના સાત વાગ્યા સુધી અમે મોટા ગુનેગાર હોય તે રીતે ગોંધી રાખ્યા હતા.

ઉચ્ચસ્તરે લેખિતમાં ફરિયાદ કરી : રીબડા પાટીદાર સંમેલનમાંથી સાંજના સાત વાગ્યાની આસપાસ રાજેન્દ્રસિંહ અને ચંદુભાઈ ડાભી પરત આવ્યા હતા. તેમણે બીપીનસિંહ અને દિનેશને બેફામ ગાળો આપી હતી. ટેન્ડર ફીનો ડીડી મારી ઓફીસથી મળી આવ્યો છે તેવુ બળજબરીથી બોલાવડાવી વીડીયો રેકોડીંગ કરી દીધું હતું. ત્યારબાદ ધમકી આપી હતી કે આ અંગે કોઇપણ ફરિયાદ કરશો તો બન્નેને તથા બન્નેના પરીવારને જાનથી મારી નાખીશુ અથવા એકસીડેન્ટ કરાવી મારી નાખીશુ. બાદમાં બીપીનસિંહે સમગ્ર ઘટના અંગે ગોંડલ પોલીસ, વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. અંતે ગોંડલ પોલીસે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, નગરપાલિકા સભ્ય ચંદુ ડાભી અને મયંક વૈષ્ણવ વિરુદ્ધ પોલીસે અંતે ફરિયાદ નોંધી છે.

ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી દીધો : અહીં બીપીનસિંહે ફરિયાદ કરતા નગરપાલિકાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું બીજીવાર ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં પોતાની માનીતી એજન્સીને ફાયદો કરાવવા માટે આ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે ટેન્ડરની શરતો અંગે સીવીસીની ગાઈડ લાઈનનો ભંગ થતાં વડાપ્રધાન કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં લેખિત ફરિયાદ કરી હતી અને જેથી આ મામલાની અંદર ફરિયાદ નોંધાતા સનસની મચી ગઈ છે.

શું હતો ખરેખર મામલો ? : ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનું અંદાજિત 12 કરોડનું ટેન્ડર અમદાવાદની શ્રીજી એજન્સીને અપાવવા માટે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, ગોંડલ નગરપાલિકાના સદસ્ય ચંદુભાઈ ડાભી અને મયંકભાઈ વૈષ્ણવે સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરીને માર માર્યો હતો. સુરતના કોન્ટ્રાક્ટર દ્વારા અપહરણ કરી એક બંગલામાં પાંચ કલાકથી વધુ ગોંધી રાખી ઢોર માર માર્યાની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે તેમની ફરિયાદ કોઈ નહીં લેતા અંતે તેમને ગુજરાતની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા જ્યાં તેમને ન્યાય મળ્યો છે.

હાઇકોર્ટની ફટકાર બાદ પોલીસે એફઆઈઆર નોંધી : સમગ્ર પ્રકરણમાં બીપીનસિંહે ગોંડલ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવીને લેખિતમાં નિવેદન નોંધાવ્યું હોવા છતાં પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરતી હતી. તેમણે પોલીસને તમામ પુરાવાઓ આપ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે ગુજરાત હાઇકોર્ટે ચાર અઠવાડિયામાં સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. ગોંડલ પોલીસે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

  1. ગોંડલ નગરપાલિકાની 22 કમિટીના ચેરમેનની કરાઈ નિમણૂક
  2. સાચા લોકસેવક, ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શ્રમજીવી બાળકોને આપ્યું નવજીવન, ઉઠાવ્યો સારવારનો ખર્ચ

Last Updated : Feb 20, 2024, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.