રાજકોટઃ શહેરમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ દુર્ઘટના ઘટી છે. આગ એટલી ગંભીર છે કે તેને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર કવાયત કરી રહી છે. આગમાં ગેમઝોનનું આખું પરિસર બળી ગયું છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધી 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ભીષણ આગ દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ થયા છે.
તક્ષશીલા જેવી ઘટનાઃ રાજકોટમાં સુરતની તક્ષશિલા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે. આ ઘટનામાં 26ના મોત થાય છે. આગ લાગતાં સમગ્ર માહોલ ચીચીયારીઓ અને ચીસોથી ભરાઈ ગયો હતો. આગ એટલી ભીષણ છે કે એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા મથી રહી છે.
મુખ્યપ્રધાને સૂચના આપીઃ આગ દુર્ઘટનાની ગંભીરતાને પારખીને રાજ્ય સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. મુખ્યપ્રધાને જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી છે. તેમજ એક્સ હેન્ડલ પર પોસ્ટ શેર કરી છે. આ દુર્ઘટનામાં કુલ 26 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અત્યાર સુધી ફાયર બ્રિગેડ 10થી 12 લોકોને આગમાંથી સલામત બહાર લાવી છે. આગ એટલી ગંભીર છે કે તેને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર કવાયત કરી રહી છે. આગમાં ગેમઝોનનું આખું પરિસર બળી ગયું છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધી 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ભીષણ આગ દુર્ઘટનામાં 26 લોકોના મૃત્યુ થયા છે.
સી. આર. પાટીલે દરેક વિભાગને તાત્કાલિક રાહતકાર્યમાં જોડાઈ જવા અપીલ કરી.
તમામ ગેમઝોન બંધઃ રાજકોટમાં આગકાંડમાં 26 લોકોના મોત થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટના બાદ રાજ્ય સરકારે રાજકોટ ઉપરાંત તમામ શહેરોમાં ગેમઝોન બંધ રાખવાના આદેશ કર્યા છે. આગકાંડ બાદ ગેમઝોનનો માલિક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સુરત જેવા અન્ય શહેરોમાં પણ તમામ ગેમઝોનની તપાસ કરવામાં આવશે.
મૃતદેહોનું ડીએનએ ટેસ્ટિંગઃ રાજકોટમાં લાગેલ આ ભીષણ આગમાં કુલ 26 લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકો એટલી હદે સળગી ગયા છે કે તેમની ઓળખ શક્ય નથી. હવે ડીએનએ ટેસ્ટિંગથી તેમની ઓળખ કરવામાં આવશે.
રાજકોટ કોર્પોરેશનની ઘોર બેદરકારીઃ રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. ગેમઝોનમાં ફાયર એનઓસી ન હતી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. 26 મૃતકો પૈકી 12 બાળકોના મૃત્યુથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ જવાબદારો સામે કડક પગલાંની માંગણી કરી છે.
રાજ્ય સરકારે સહાય જાહેર કરીઃ રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે...ભુપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન, ગુજરાત)
વડાપ્રધાને ફોન પર માહિતી મેળવીઃ વડાપ્રધાન મોદીએ રાજકોટ ગેમ ઝોનની ગંભીરતા પારખીને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસેથી ટેલીફોનિક માહિતી મેળવી હતી. વડાપ્રધાને મૃતકો પ્રત્યે દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી અને દોષીતો સામે કડક કાર્યવાહીના દિશા નિર્દેશ કર્યા છે.
રાજકોટમાં આગની ભયંકર ઘટનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ અકસ્માત અત્યંત દર્દનાક છે...આચાર્ય દેવવ્રત(રાજ્યપાલ, ગુજરાત)
હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના થશેઃ મુખ્યપ્રધાનની સૂચનાથી ગૃહપ્રધાન હર્ષ સંઘવી થોડીવારમાં રાજકોટ જવા રવાના થશે. રાત્રે 2 વાગ્યાની આસપાસ પહોંચીને ઘટના સ્થળની મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓ સાથે રાત્રે જ મીટીંગ કરશે.
સીટની રચનાઃ IPS સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ચીફ ફાયર ઓફિસર SIT માં સામેલ છે. SIT ના સભ્યો રાજકોટ જવા રવાના
મૃતકોના પી.એમ. અગાઉ જરૂરી ડી.એન.એ. સેમ્પલ લેવાયાઃ રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ. રૂમ ખાતે 27 મૃતદેહો લાવવામાં આવ્યા છે, જેઓના પી.એમ. અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે, આ સાથે પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. શ્રી ત્રાજિયાની આગેવાનીમાં 10 થી વધુ પોલીસની ટીમ ખડે પગે કામગીરી કરી રહી છે. મૃતકોના સ્વજનોના ડી.એન.એ. મેચ કરવા માટે રાજકોટ સિવિલ પોલીસ ચોકી ખાતે માતા પિતા અથવા ભાઈ બહેન જેવા સ્વજનોના સેમ્પલિંગ લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.
2TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકો માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શોક વ્યક્ત કર્યો - Rajkot Game Zone fire incident