રાજકોટ : અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યારે દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોતાનો પ્રતિભાવ દર્શાવતાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
જે ક્ષણની રાહ જોઈ હતી તે આજે પૂર્ણ થઈ : ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે 500 વર્ષ સુધી જે ક્ષણની રાહ જોઈ હતી તે આજે પૂર્ણ થઈ છે અને ભગવાન રામલલ્લા અયોધ્યા ખાતે મંદિરમાં બિરાજમાન થયા છે. જેને લઇને દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે.
પીએમ મોદીએ દેશવાસીઓનું સ્વપ્ન પૂર્ણ કર્યું : કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે આજે આપણે સૌ એક ઐતિહાસિક સ્થળના સાક્ષી બન્યા છીએ. જ્યારે સૌ કોઈનું સ્વપ્ન હતું કે આ દેશમાં રામ મંદિર બને, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વપ્નને સાર્થક કરી બતાવ્યું છે. અયોધ્યામાં ભગવાન રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે. એવામાં દેશમાં હાલ ઉત્સાહનો માહોલ છવાયો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ રાજકોટમાં મનપા દ્વારા જે મલ્ટી લેવલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજને પણ શ્રીરામનું નામ આજે આપવામાં આવ્યું છે. ભાનુબેન બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં એક કેસરિયો માહોલ સર્જાયો છે. દેશમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ હાલ દેશભરમાં હર ઘર દિવાળી જેવો પ્રસંગ લોકો ઉજવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળશે : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે આ મામલે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે હાલમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન જોવા મળી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતો મળશે.
લોકસભાની ચૂંટણીઓ પર નજર : ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે એવામાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીની પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દીવાલો ઉપર કમળના ચિન્હ દોરવામાં આવી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા પણ બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે તમામ પક્ષોની નજર લોકસભાની ચૂંટણીઓ પર જોવા મળી રહી છે.