ETV Bharat / state

રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકીંગ ડ્રાઇવ: ખાધતેલના 15 નમૂના લેવાયા, 10 ધંધાર્થીને નોટિસ - FOOD DEPARTMENT CHECKING DRIVE

રાજકોટ મનપા ફૂડ વિભાગ દ્વારા મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમૂના લઈ જુદા જુદા સ્ટોર અને દુકાનોમાંથી 15 તેલના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકીંગ ડ્રાઇવ:
રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકીંગ ડ્રાઇવ: (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 4:12 PM IST

રાજકોટ: રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા હાલ ફૂડ સેફટી પખવાડીયાની ઉજવણી થઇ રહી છે. ત્યારે વિભાગ દ્વારા મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમૂના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્ટોર અને દુકાનો, માર્કેટ યાર્ડમાંથી સીંગતેલ, કપાસીયા તેલ, તલનું તેલ, રાયડા સહિત 15 તેલના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, નવી મગફળીની આવક બાદ હવે તેલની સિઝન શરૂ થવાની છે.

કઈ કઈ જગ્યાએથી લેવામાં આવ્યું સેમ્પલ:

  • રાજકોટના મનપા ફૂડ વિભાગે આપેલી માહિતી મુજબ, યુનિવર્સિટી રોડ પર 1 જલારામ પ્લોટ કોર્નરમાં આવેલી ભાવેશ એજન્સીમાંથી રાણી ગોલ્ડ ફિલ્ટર અને ગુલાબ ગોલ્ડ ફિલ્ટર સીંગતેલના નમૂના લેવાયા હતા.
  • 150 ફુટ રોડ પર રિલાયન્સ રિટેલર લી., રિલાયન્સ માર્કેટમાંથી કોર્નડ્રોપ મકાઇ તેલ, ગુડલાઇફ સીંગતેલ, સીગા એકસ્ટ્રા વર્જીન ઓલીવ ઓઇલ અને રાઇસ બ્રાન્ડ સિંગતેલના પાઉચના સેમ્પલ લેવાયા હતા.
  • જ્યારે રાજનગર ચોક આગળ પંચવટી સોસાયટી પાસે આવેલા ગોલ્ડન સુપર માર્કેટ-3 માંથી સપ્તશકિત તલ તેલ અને એટીલ સીસમ તેલનું સેમ્પલ લેવાયું હતું.
  • કરણ પાર્ક, વિદ્યુતનગર મેઇન રોડ પર આવેલ દેવ જનરલ સ્ટોરમાંથી ઉમા પુત્ર તલના તેલના બે નમૂના અને ન્યુટ્રેલા કાચી ઘાણી મસ્ટર્ડ તેલનો નમૂનો લેવાયો હતો.
  • નજીકમાં આવેલ ગીરીરાજ શોપીંગ સેન્ટરમાંથી અપ્પુ કાચી ઘાણી મસ્ટર્ડ ઓઇલનું સેમ્પલીંગ કરવામાં આવ્યું હતું.
  • જુના માર્કેટ યાર્ડમાં આવેલ સ્વસ્તિ એન્ટરપ્રાઇઝ શોપમાંથી ગીતા અલ્ટ્રા લાઇટ રિફાઇન્ડ કપાસીયા તેલનો નમૂનો લેવાયો હતો.
  • પેડક રોડ ગાંધી સ્મૃતિ-1, શેરી નંબર 3માં આવેલ ચામુંડા પ્રોવીઝન સ્ટોરમાંથી પાયલ શુધ્ધ સીંગતેલ અને કાકા કપાસીયા તેલના બે નમૂના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ રીતે પેકેટ ખાદ્ય તેલની ગુણવત્તા ચકાસવા માટે સરકારે ચેકીંગ ડ્રાઇવ શરૂ કરાવી છે.

જુદા જુદા સ્ટોર અને દુકાનોમાંથી 15 તેલના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે (Etv Bharat Gujarat)

લાયસન્સ લેવા 10 ધંધાર્થીને સૂચના: ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મેઘાણીનગર હોકર્સ ઝોન તથા મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થીઓને ત્યાં 40 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત લાયસન્સ લેવા 10 ધંધાર્થીને સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. ભાવનગરના જામવાળી ગામે શાળા બાળકોને થયું ફૂડ પોઇઝનીંગ, 120 બાળકોએ કર્યું હતું ભોજન
  2. ભાવનગરમાં પોલીસ સ્ટેશન સામે દાદાગીરી, ભાડું માંગ્યું તો મુસાફરે રીક્ષાનો કાચ તોડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.