રાજકોટ: જસદણના દેવપરા ગામે વર્ષ 2021માં એક હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે આ હત્યાના બનાવની અંદર એકલવાયું જીવન જીવતા વૃદ્ધ વ્યક્તિની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાની આ ઘટનામાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી વૃદ્ધને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ લૂંટ કરવાનો પ્લાન નિષ્ફળ જતા લૂંટના ઈરાદાઓ સાથે કાવતરું રચનાર વ્યક્તિઓએ આ વૃદ્ધની હત્યા કરી નાખી હતી.
એલસીબી પોલીસ ટીમે આરોપીને ઝડપી પડ્યો: જસદણના દેવપરા ગામે બનેલ બનાવમાં પોલીસે જે તે સમયે કુલ સાત જેટલા વ્યક્તિઓને અંદાજિત સાત લાખના મુદ્દામાલ સાથે વર્ષ 2021માં ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ઈસમ જે આ ઘટનામાં સામેલ હતો તે વ્યક્તિ પોલીસ પકડથી દૂર હતો આથી આ વ્યક્તિને ઝડપી લેવા માટે પોલીસે ₹10,000 જેવી રકમનું ઇનામ પણ જાહેર કર્યું હતું. છતાં પણ આ વ્યક્તિ પોલીસ પકડથી દૂર હતો ત્યારે પોલીસની શોધખોળ હજુ પણ શરૂ હતી. જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની રાજકોટ રૂરલ એલસીબી પોલીસ ટીમ છેલ્લા ત્રણેક વર્ષથી હત્યાના ગુનામાં ફરાર ઇસમને દબોચી લીધો છે. આ વ્યક્તિને ઝડપી લઇ સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
પ્લાન નિષ્ફળ જતા વૃદ્ધ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા: આ ઘટના વર્ષ 2021ની છે જેમાં જસદણ તાલુકાના દેવપરા ગામે એકલવાયું જીવન જીવતા વૃદ્ધ વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી લૂંટી લેવા માટેનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં ટોળકીએ પોતાનો પ્લાન નિષ્ફળ જતા વૃદ્ધ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દઈ રોકડ રકમ અને દાગીનાઓની લૂંટ ચલાવી હતી. આ લોટની ઘટના અને હત્યાની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. જેમાં બે મહિલા સહિત કુલ સાત જેટલા વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ કુલ સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, ત્યારે આ ઘટનામાં વધુ એક વ્યક્તિની સંડોવણી હોવાનું માલુમ પડતા પોલીસે તેમને ઝડપી લેવા માટે પણ તપાસ અને ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘરમાંથી લાશ મળી આવેલ હતી: ગત 30 જુન 2021 ના રોજ મૃત્યુ પામનાર માવજીભાઈ નામના વ્યક્તિની તેમના જ ઘરમાંથી લાશ મળી આવેલ હતી. આ લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમાં પોલીસે રાજલબેન તેમના પતિ હિતેશભાઈ, પૂજાબેન સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ત્યારે આ તપાસની અંદર એવું પણ ખોલ્યું હતું કે, રાજલબેન દાઝેલા હતા તે માટે સારવાર અર્થે વૈદનું કામ કરતા વ્યક્તિના પરિચયમાં આવ્યા હતા અને વૈદનું કામ કરતા વ્યક્તિને શરીર સુખ માણવાની લાલચ જ આપી પરિચય મેળવ્યો હતો.
લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી: વૃદ્ધ વ્યક્તિ સાથે પરિચય મેળવ્યા બાદ રાજસ્થાનથી અન્ય એક સગીરાને બોલાવી ગોત્રી જૂન 2021 ના રોજ આ વૃદ્ધ વ્યક્તિને હની ટ્રેકમાં ફસાવવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાન બનાવ્યા બાદ રાત્રે ટોળકી ઘરે પહોંચી ત્યારે વૃદ્ધ વ્યક્તિ સૂઈ ગયા હોવાથી તેમને મોતને ઘાટ ઉતારી રોકડ અને દાગીના સહિતની લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી હતી. આ ઘટનામાં પોલીસે જે તે સમયે હત્યાનો ભેદ ઉકેલી કાઢયો હતો.
ત્રણ વર્ષ બાદ હત્યાના ગુનામાં ફરાર વ્યક્તિને ઝડપી લીધો: આ હત્યાની ઘટનામાં લુંટ વિથ મર્ડર અંગેનો બનાવ સામે આવતા પોલીસે તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા હતા. આ ઘટનામાં વધુ એક રાજસ્થાનના જિલ્લાના ચિરાવા તાલુકાના ઘોવલા ગામનો અમિત શિશારામ જાજડીયા નામનો વ્યક્તિ સામેલ હોવાનું માલુમ પડ્યું હતું તે બાદ આ વ્યક્તિ ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયથી ફરાર હતો. જેને રાજકોટ રૂરલ એલસીબી પોલીસે જસદણ તાલુકાના વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચી લીધો હતો અને જસદણ પોલીસને સોંપી ત્રણ વર્ષ બાદ હત્યાના ગુનામાં ફરાર વ્યક્તિને ઝડપી લીધો છે.
આ પણ વાંચો: