ETV Bharat / state

રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ, 2000નો સ્ટાફ હતો, તમામનો બચાવ, 3ને ઈજા, બધું બળીને ખાખ - RAJKOT GOPAL NAMKEEN FIRE

ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો...

રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ
રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2024, 9:52 PM IST

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલી ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા પામી છે. તો વિકરાળ આગને પગલે ફાયર ટીમે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ ગોપાલ નમકીન ફેકટરીમાં બપોરે 2 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગ્યા બાદ આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લઇ લીધી હતી. જે બનાવની જાણ થતા રાજકોટ ફાયરની 15 ટીમો અને 10 જેટલા ટેન્કર અને 108 ની 5 ટિમો સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે. આગ બેકાબુ હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી સહિતના સેન્ટરમાંથી ફાયરની મદદ માંગવામાં આવી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ ફરી મોટી આગ લાગી છે અને આગમાં ફેક્ટરી બળીને ખાખ થવા પામી છે. બનાવને પગલે મેટોડા જીઆઈડીસી પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી ઉદ્યોગપતિ શિવલાલભાઈ બારસીયા સહિતના દોડી ગયા હતા.

રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ (Etv Bharat Gujarat)

આગને પગલે કાચ ફૂટી ઉડી રહ્યા હતા

આગ એટલી વિકરાળ છે કે ફેક્ટરી બળીને ખાખ થઇ ગઈ છે. ફેકટરીમાં લગાવેલી બારીઓ સહિતના સ્થળે કાચ પણ ફૂટી રહ્યા છે. કાચના ટુકડા ફૂટીને ઉડી રહ્યા હતા. જેથી પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ કરી કોઈ ફેક્ટરીની નજીક ના જાય તેની તકેદારી રાખી હતી.

ફેકટરીમાં અંદાજે 2000 જેટલો સ્ટાફ હતો, તમામ સલામત

ગોપાલ નમકીન ફેકટરીમાં વિશાળ સ્ટાફ કામ કરતો હોય અંદાજે 2000 જેટલો સ્ટાફ આગ લાગ્યા સમયે ફેકટરીમાં હાજર હતો. જોકે તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. બનાવમાં 3 ને ઇજા થઇ હતી.

ટીઆરપી ગેમ ઝોન બાદ પણ તંત્રએ કોઈ પાઠ ના ભણ્યો

રાજકોટમાં ચાલુ વર્ષે જ મોટી આગની ઘટના બની હતી ઉનાળુ વેકેશનમાં મે મહિનામાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટના બાદ તંત્રએ ફાયર NOC સહિતના કામો કર્યાના દેખાડા કર્યા હતા પરંતુ આ ઘટના પછી એવું સામે આવી રહ્યું છે કેે સ્થિતિ હજુ પણ બદલાઈ નથી. આજે ગોપાલ નમકીનની આગની ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે. ઉલ્લેખનીય છે કે અહીં આગના સમયે મોટી સંખ્યામાં માનવજીવ હાજર હતા અને મોટી દુર્ઘટના થવાની સંભાવનાઓ પણ હતી.

બનાવ અંગે DSP જયપાલસિંહ રાઠોર અને DySP કે.જી.ઝાલા જણાવ્યું હતું કે, હાલ આગ કાબુમાં છે પણ આગ પર સતત કાબુ મેળવા માટે પ્રયાસો ચાલુ છે. ક્યાં કારણોસર આગ લાગી તે હાલ જાણી શકાયું નથી.

સુરત: અચાનક દીપડાએ આંખો પર કર્યો હુમલો, ત્રણ દીપડાને સાથે જોઈ યુવાને આવી રીતે જીવ બચાવ્યો

આદિવાસી સમાજના બાળકોના ઉત્થાનના પૈસા સરકાર તાયફાઓમાં વાપરી રહી છે: યુવરાજસિંહ જાડેજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.