ETV Bharat / state

Rajkot: રેસકોર્સ ખાતે દિવાળી 'કાર્નિવલ' યોજાશે, RMC પ્લોટ કિસાનપરા ચોક ખાતેથી થશે પ્રારંભ - DIWALI CARNIVAL 2024

આગામી દિવાળીના તહેવારને લઈને રાજ્યમાં જોરશોરમાં તૈયારી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં રેસકોર્સ રિંગરોડને શણગારવામાં આવશે અને દિવાળી કાર્નિવલ (Diwali Carnival) યોજવામાં આવશે.

રેસકોર્સ ખાતે દિવાળી 'કાર્નિવલ' યોજાશે
રેસકોર્સ ખાતે દિવાળી 'કાર્નિવલ' યોજાશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 5:21 PM IST

રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરમાં આગામી દિવાળીના તહેવારોને લઈને દિવાળી કાર્નિવલ (Diwali Carnival) ની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 27 ઓક્ટોબરે આ દિવાળી કાર્નિવલનો કિસાનપરા ચોકથી પ્રારંભ કરવામાં આવશે. આ માટે આખા રેસકોર્સ રીંગ રોડને શણગાર કરવામાં આવશે. તેમજ રીંગ રોડ પર દુબઈમાં થાય તે પ્રકારનો લેસર શો પણ કરવામાં આવશે. આ ઉપરાંત 30 ઓક્ટોબરે સાંજના સમયે એક કલાક આતશબાજી યોજાશે. એટલું જ નહીં દિવાળીમાં 500થી વધુ સ્પર્ધાત્મક રંગોળીનું આયોજન પણ કરાયું છે.

મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, 'રંગીલું રાજકોટ તહેવારોની ઉજવણી કરવામાં અગ્રેસર રહેતું હોય છે. ત્યારે મનપાના શાસકો દ્વારા પણ રાજકોટમાં તહેવારો દરમિયાન વધુમાં વધુ લોકો ઉજવણી કરી શકે તેવા પ્રકારનું આયોજન દર વર્ષે કરાતું હોય છે. રાજકોટના રાજમાર્ગો તેમજ મુખ્ય ચોકમાં લાઈટિંગ અને ડેકોરેશન કરવામાં આવનાર છે.'

રેસકોર્સ ખાતે દિવાળી 'કાર્નિવલ' યોજાશે (Etv Bharat Gujarat)

રંગોળી સ્પર્ધાનું આયોજન કરાશે: તેમણે વધુમાં જણાવ્યું કે,'આગામી તારીખ 27 થી 31 ઓક્ટોબર સુધી દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 27 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે RMC પ્લોટ કિસાનપરા ચોક ખાતેથી આ દિવાળી ઉત્સવનો શુભારંભ થશે. 29 ઓક્ટોબરના રોજ રેસકોર્સ રીંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. આ સ્પર્ધકો દ્વારા બનાવેલી રંગોળી 30 અને 31ના રોજ શહેરીજનો નિહાળી શકશે. જ્યારે 30 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. રેસકોર્સ રીંગ રોડ ફરતે 27થી 31 ઓક્ટોબર સુધી આકર્ષક થીમ બેઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રીંગરોડ ખાતે એન્ટ્રી ગેટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રંગોળી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવશે.'

આ પણ વાંચો:

  1. Bullet Train Project: વડોદરામાં બુલેટ ટ્રેન માટે 100 વર્ષ સુધી અડીખમ રહે તેવો 60 મીટર લાંબો સ્ટીલનો બ્રિજ મૂકાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.