ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપના નેતાઓનું ડહાપણ, એકે પત્ર લખ્યો બીજાએ કહ્યું.... - Rajkot TRP Gamzon Incident

રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો શમતો જ નથી. જેમાં એક પછી એક નવી બાબત બહાર આવે છે. ત્યારે આ ઘટના બાદ શહેરના ભાજપ પ્રમુખે પત્ર લખી નવી સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે જણાવ્યું કે હવેથી તમામ કામગીરી માટે પત્ર લખીને જ રજૂઆત કરવી. આ મુદ્દે વાત કરતાં ભાજપ આગેવાન નેહલ શુક્લએ સહમતીમાં હાથ આગળ કર્યો. વાસ્તવમાં શું કહ્યું નેહલ શુક્લ જાણવા માટે વાંચો. Rajkot Trp Gamzon Incident

રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપના નેતાઓનું ડહાપણ, એકે પત્ર લખ્યો બીજાએ કહ્યું....
રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપના નેતાઓનું ડહાપણ, એકે પત્ર લખ્યો બીજાએ કહ્યું.... (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 9:16 AM IST

રાજકોટ: રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ભાજપના નગર સેવકોને કોઇપણ કામ માટે લેખીતમાં જ ભલામણો કરવાની લેખીત સુચના આપતા ભાજપમાં તેની ભારે ચર્ચા જાગી છે આ મુદ્દે ભાજપના નગર સેવક નેહલ શુકલએ જણાવ્યું હતું કે, પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો સારૂ હતું.

ભાજપ પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો વધારે સારું થાત: નેહલ શુક્લ (Etv Bharat Gujarat)

68 કોર્પોરેટરને પત્ર પાઠવ્યો: શહેરના ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમના લેટરપેડ ઉપર રાજકોટ મહાપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના તમામ 68 કોર્પોરેટરને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે લખાયું છે કે, "વંદે માતરમ સાથે જણાવવાનું કે, આપ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. પ્રજાના કામો માટે દરેક કોર્પોરેટરોને મારૂ નમ્ર સૂચન છે કે પ્રજાના કામો માટે તમારા લગતા ઝોનમાં આવતા સિટી એન્જિનિયર અથવા લગતા નાયબ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને જ કામ કરાવવાનો આગ્રહ રાખવો, જેથી કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ પત્રવ્યવહારની નોંધ રાજકોટ મહાનગરપાલિકામાં રહેશે અને તેની એક નકલ આપણી પાસે પણ રાખવી જેથી કરીને ભવિષ્યમાં રેકર્ડ ડેટાબેઝ તરીકે ઉપલબ્ધ રહેશે."

રાજકોટ શહેરના ભાજપ પ્રમુખે પત્ર લખી નવી સૂચના બહાર પાડી
રાજકોટ શહેરના ભાજપ પ્રમુખે પત્ર લખી નવી સૂચના બહાર પાડી (Etv Bharat Gujarat)

ભાજપ પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો વધારે સારું થાત: નેહલ શુક્લ

પત્ર દ્વારા મળેલી આ સૂચનાથી ભાજપમાં આ મુદ્દે ભારે ચર્ચા ઊભી થઈ હતી. જે મામલે ભાજપના આગેવાન નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, લેખીત ભલામણો કરવી એ ખુબ સારી વાત છે આનાથી પદાધિકારીઓને કાયદાની મર્યાદામાં રહીને ભલામણ કરવાનું જ્ઞાન આવશે. ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ જાણ્યા વગર પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે. સ્ટેન્ડીંગમાં પણ ઘણી વખત કાયદાની મર્યાદા વિરૂધ્ધની દરખાસ્તો અધિકારીઓ દ્વારા રજુ કરી દેવામાં આવી છે. લેખીત ભલામણથી અધિકારીઓની પણ જવાબદારી ફિકસ થશે તેથી કામોમાં ઝડપ થશે. ગેમઝોનની દુખદ ઘટના પછી તંત્ર દ્વારા ચાલી રહેલ સિલિંગ અંગે નેહલ શુકલએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ કામમાં કયાંકને કયાંક ઉતાવળ થઇ રહી હોય તેવું લાગે છે. કેમ કે તમે નોટિસ આપ્યા વગર સિલ મારી શકતા નથી. તંત્ર દ્વારા સીધા સીધા સિલ મારવામાં આવી રહ્યા છે તે પ્રજા માટે એક મુશ્કેલ અને પીડાદાયક અનુભવ છે.

  1. રાજકોટ રવિવારીના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસ, MLA મેવાણી પાથરણાવાળાઓની પડખે આવ્યા - Rajkot Ravivari
  2. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો એક થયા, આ દિગ્ગજ વકીલ નિ:શુલ્ક કેસ લડશે - Rajkot TRP GameZone fire accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.