ETV Bharat / state

માંડવી તાલુકાના આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, જુઓ ડેમનો અદ્ભુત નજારો... - rainfall update in surat - RAINFALL UPDATE IN SURAT

આજે ફરી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જુઓ આ અદ્ભુત નજારો..., 6 gates of Amli Dam of Mandvi Taluka of Surat were opened

આમલી ડેમના 6 દરવાજા ખોલાયા
આમલી ડેમના 6 દરવાજા ખોલાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 9:12 PM IST

આમલી ડેમના 6 દરવાજા ખોલાયા (ETV Bharat Gujarat)

સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા અને બારડોલી સહિતના મોટાભાગના તાલુકાઓમાં આજરોજ ફરી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસી રહેલા વરસાદને લઈને જળાશયો ફરી છલોછલ થઈ ગયા છે. ઉમરપાડા તાલુકા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા માંડવી તાલુકાનો આમલી ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. જેને લઇને ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમના 6 દરવાજા ખોલાયા: આમલી ડેમના 6 દરવાજાઓ ખોલી 7500 ક્યુંસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળ સપાટી હાલ 115.80 મીટર છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઇને નીચાણવાળા વિસ્તારમાં ડેમ પ્રભાવિત થતા 27 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તેમજ ડેમ નજીક પશુપાલકો, માછીમારો અને લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સુરતના આ તાલુકામાં વરસાદ વરસ્યો: સુરતના ઉમરપાડામાં 255 mm, બારડોલીમાં 36 mm, કામરેજમાં 30 mm, પલસાણામાં 34 mm, માંડવીમાં 21 mm, માંગરોળમાં 13 mm, ઓલપાડમાં 19 mm, સુરત સિટીમાં 11 mm અને ચોરાસીમાં 8 mm વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો

  1. બનાસકાંઠાના પાલનપુરમાં બનીને તૈયાર છે ભારતનો બીજા નંબરનો થ્રિલેગ એલિવેટેડ બ્રિજ, જાણો - Three Leg Elevated Bridge Palanpur
  2. રાજ્યમાં વાતાવરણમાં પલટો: વરસાદનું જોર ઘટ્યું પણ ક્યારે થશે ચોમાસું સમાપ્ત? જાણો - Gujarat weather update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.