રાજકોટ: જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. એક દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે. ઉપલેટાના મોજીરા, ખીરસરા, ગઢાડા ખાખીજાળીયા, ભાયાવદર સહિતના વિસ્તારમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે.
![એક દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-07-2024/gj-rjt-upleta-rain-thursday-gj10077_11072024132521_1107f_1720684521_228.jpg)
આટલા વિસ્તારોમાં પડ્યો વરસાદ: આ સાથે જ ઉપલેટાના ભાદરકાંઠાના ગ્રામ્ય વિસ્તારો જેમ કે હાઠફોડી, સમઢીયાળા, લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો ગયો છે. વરસાદને પગલે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે. આ ઉપરાંત ઉપલેટા શહેરના રાજમાર્ગ, કટલેરી બજાર, ભાદર ચોક, વીજળી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.
![એક દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-07-2024/gj-rjt-upleta-rain-thursday-gj10077_11072024132521_1107f_1720684521_611.jpg)
લોકોએ માણી મજા: એક દિવસના વિરામ બાદ રાજકોટન અલગ અલગ વિસ્તારોમાં મેધરાજ ફરીથી વરસ્યા છે. ઉપલેટા સહિત અન્ય 5 વિસ્તારોમાં ભરપૂર વરસાદ વરસ્યો છે. દરેક સ્થળોએ ઘૂટન સમા પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી માહોલનો લોકોએ પોતાની રીતે મજા માણી હતી. વિરામ બાદ પડી રહેલા વરસાદથી ધરતીપુત્રમાં ખુશીનો તેમજ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ પડતા ચોમાસુ સિઝનના પાક મગફળી, કપાસ તેમજ અન્ય ચોમાસુ પાકના વાવેતર પર સોનું વર્ષી રહ્યું હોવાનું સામે આવ્યું છેઆ વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે તો બીજી તરફ લોકોને ગરમી સામે રાહત મળી રહી છે.
![એક દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-07-2024/gj-rjt-upleta-rain-thursday-gj10077_11072024132521_1107f_1720684521_411.jpg)