અમદાવાદ: શ્રી ખંડેલવાલે નિરીક્ષણ દરમિયાન અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામોનું નિરીક્ષણ કર્યું તથા અમદાવાદ મંડળ પર ચાલી રહેલી વિવિધ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. અમદાવાદ સ્ટેશન પર આરએલડીએના અધિકારીઓની સાથે સાથે સહિયારી બેઠક કરી અને અમદાવાદ સ્ટેશન પુનઃવિકાસ કામની સાઈટનું અવલોકન કર્યું અને સંબંધિત અધિકારીઓને કામમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ પણ આપ્યા. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વટવા ખાતે CPOH વર્કશોપ અને એકિકૃત ક્રૂ લૉબી અને ગાર્ડ રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું તથા લોકો પાયલોટો સાથે મુલાકાત કરી અને તેમના વર્કિંગ અને મળતી સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા કરી.
આ દરિમિયાન શ્રી ખંડેલવાલની સાથે મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા, મુખ્ય વહીવટી અધિકારી નિર્માણ અમદાવાદ શ્રી સંજય ગુપ્તા, મુખ્ય પરિયોજના પ્રબંધક આરએલડીએ શ્રી સંજીવ કુમાર તથા પશ્ચિમ રેલવેના મુખ્ય અધિકારીઓની સાથે-સાથે અમદાવાદ મંડળના સિનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા.