ETV Bharat / state

Tushar Chaudhri quip : ' રામ પ્રત્યે લાગણી હોય તો અયોધ્યા જાવને ભાજપમાં જવાની ક્યાં જરૂર હતી ', ડૉ. તુષાર ચૌધરીનો કટાક્ષ - તુષાર ચૌધરીનો કટાક્ષ

બારડોલીમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવી રહેલા રાહુલ ગાંધીના આગમન પૂર્વે ડૉ, તુષાર ચૌધરી અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપમાં જોડાઈ રહેલા પક્ષના નેતાઓ પર આકરા પ્રકાર કર્યા હતાં. આવા નેતાઓના જવાથી તેમને કોઈ ફરક નહીં પડે તેમ જણાવી તીખો કટાક્ષ કરતાં કહ્યું કે રામ પ્રત્યે લાગણી હોય તો અયોધ્યા જાવને ભાજપમાં જવાની ક્યાં જરૂર હતી.

Tushar Chaudhri quip : ' રામ પ્રત્યે લાગણી હોય તો અયોધ્યા જાવને ભાજપમાં જવાની ક્યાં જરૂર હતી ', ડૉ. તુષાર ચૌધરીનો કટાક્ષ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 9:39 PM IST

કોંગ્રેસ છોડી જતાં નેતાઓ પર તુષાર ચૌધરીની પ્રતિક્રિયા

સુરત : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 10મીના રોજ બારડોલી ખાતે આવી રહી છે. તે અંતર્ગત સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા બારડોલી ખાતે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન ડૉ. તુષાર ચૌધરી અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધનાણીએ પત્રકાર પરિષદમાં સુરત તાપી જિલ્લામાંથી પસાર થનાર યાત્રાના રૂટ અને કાર્યક્રમ વિષે વિસ્તારથી માહિતી આપી હતી.

રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે : સામાજિક, આર્થિક અને રાજકીય આમ ત્રણ પ્રકારના ન્યાયદેશની જનતાને મળે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યુ હતું કે, બારડોલીમાં રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી પદયાત્રા કરી તેઓ સરદાર ચોક પહોંચશે. જ્યાં તેઓ પંદર હજારથી વધુની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ યાત્રા વ્યારા જવા રવાના થશે. વ્યારાથી સોનગઢ અને ત્યાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

વિકાસ આદિવાસીઓ સુધી પહોંચ્યો જ નથી : આદિવાસીઓના વિકાસ અંગે વાતો કરતાં ડૉ તુષાર ચૌધરીએ કહ્યું હતુ કે, જંગલ જમીન એ આદિવાસીઓ માટે મહત્વનો પ્રશ્ન રહ્યો છે. જંગલ જમીનનો કાયદો યુપીએ સરકારે પસાર કર્યો હતો. આજે પણ માત્ર 52 ટકા આદિવાસીને જંગલ જમીન મળી છે. હજી પણ 48 ટકા લોકો જંગલ જમીનથી વંચિત છે. ભાજપ આદિવાસીના વિકાસની વાત કરે છે. પરંતુ વિકાસ આદિવાસી સુધી પહોંચ્યો નથી તેના કારણે જ આજે પણ આદિવાસીઓ સરકારથી નારાજ છે.

દરેક બેઠક પાંચ લાખની બેઠકથી જીતવાના હોય તો ભરતી મેળાની શું જરૂર? : ચૌધરીએ કહ્યું કે ભાજપ આ વખતે ગભરાયેલી છે. એક તરફ કહે છે કે ગુજરાતની તમામ 26 બેઠક પાંચ લાખની લીડથી જીતીશું અને બીજી તરફ ભરતી મેળો ચાલુ રાખ્યો છે. જો પાંચ લાખની લીડથી જીતવાના હોય તો ભરતી મેળાની જરૂર શા માટે પડી. કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ રહેલા નેતાઓ વિષે ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યુ કે..

તેઓ લોકહિત માટે નહીં, પરંતુ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમને સરકારમાં હોદ્દા જોઈએ છે, જેમણે બે નંબરના કામો કરાવવા છે કે જેમણે સરકારમાંથી મોટા કોન્ટ્રાક્ટ મેળવવા છે તેવા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એ લોકોના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી. તમને રામ પ્રત્યે એટલી લાગણી હોય તો અયોધ્યા જાવને ભાજપમાં જવાની ક્યાં જરૂર છે. કોંગ્રેસે કોઈ કાર્યકરને એમ નથી કહ્યું કે તમારે રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં નથી જવાનું. આ પક્ષનો નિર્ણય હતો કેમ કે આ રાજકીય રંગરૂપ આપી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ફાયદો લેવા માટે સરકારના ખર્ચે કાર્યક્રમ થતો હોય તો એમાં અમે સહભાગી નહીં થઈએ. અને એ કારણે જ કોંગ્રેસે જવાની ના પાડી હતી...ડો. તુષાર ચૌધરી (કોંગ્રેસ નેતા)

મારી ભાજપમાં જોડાવાની વાત આધાર પુરાવા વગરની : પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના ભાજપમાં જોડાવાની ચાલી રહેલી વાતોને હાસ્યાસ્પદ ગણાવી હતી અને કહ્યું હતું કે, આધાર પુરાવા વગરની વાતોથી કોઈના ચરિત્રહનન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પીઠ દેખાડવાનો કોઈ મતલબ હોતો નથી. જવું હોય તો છડેચોક જાહેરાત કરીને જઇ શકાય. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં અને જણાવ્યુ હતું કે, કઈ ભાજપમાં જવાનું જેણે સરદારના નામે ગુજરાતમાં શાસન સંભાળ્યું, લોખંડના ભૂકાથી લોખંડી પુરુષને કચકડામાં કેદ કર્યા અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા મળી ત્યારે સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ કાઢી મોદીનું પાટિયું લગાવી દીધું. ભાજપ મોદીનું નામ ભૂંસીને સરદાર પટેલ કરે તો મને આનંદ થશે.

  1. Bharat Jodo Nyay Yatra In Tapi : 10મીએ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે તાપીમાં, જિલ્લા કોંગ્રેસનું આયોજન શું છે જૂઓ
  2. Rahul Gandhi: 'રાષ્ટ્રપતિ આદિવાસી છે એટલે અંદર રામ મંદિરમાં જવા ન દીધા', ગુજરાતમાં રાહુલનો ફરી પીએમ મોદી પર મોટો પ્રહાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.