ભાવનગર: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થઈ ગઈ છે, અને સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે કે કોનો થશે આ ચૂંટણીમાં વિજય. ઉપરાંત લોકો જ્યારે મતદાન કરતાં હોય છે ત્યારે અપેક્ષા રાખતા હોય છે કે, તેમનો નેતા તેમની અનુકૂળતા વાળો હોવો જોઈએ. તેથી આ મુદ્દે ETV BHARAT એ નાગરીકો સાથે ખાસ વાતચીત કરી હતી. જ્યારે નવા સાંસદ ચૂંટાઈને આવવાના છે, એવા સમયગાળામાં લોકોએ પોતાના મત રજૂ કર્યા છે.
શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે ખાસ વાતચીત: 4 જુને સમગ્ર દેશમાં સરકાર કોની બનશે તેની માહિતી ખૂણે ખૂણે પોહચી જશે. ત્યારે ETV BHARAT એ મતગણતરી પહેલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે ખાસ વાતચીત કરી હતી કે તેઓ કેવા પ્રકારના સાંસદ ઈચ્છે છે. નાગરિકો સાથે વાતચીત કર્યા બાદ સ્થાનિક કક્ષાના મુદ્દાઓને લઈને પ્રબુદ્ધ નાગરિકોએ સાંસદ પાસે અપેક્ષા સેવી હતી. ત્યારે લોકે તેમનો સાંસદ સરળ હોવો જોઈએ તેવી પણ માંગ કરી છે. જ્યારે શહેરમાં વિકાસના કયા કાર્યો મહત્વના છે, તેના પર બહાર મૂકીને નાગરિકોએ તેમના મંતવ્ય રજૂ કર્યા છે.
સાંસદ વ્યવહારિક રીતે શિક્ષિત હોવો જોઈએ: ભાવનગર શહેરના નાગરિકોએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, શહેરમાં એવો કોઈ વિકાસ નથી થયો. જો કે સાંસદ સરળતાથી અને ખાસ કરીને અશિક્ષિત વર્ગોને મળી શકે તે જરૂરી છે, તે માટે સાંસદ સરળ પણ હોવો જોઈએ. રસ્તાઓ, હાઇવે બનાવવામાં આવ્યા છે. પરંતુ એવું કોઈ નક્કર કાર્ય ભાવનગર શહેરમાં થયું નથી કે જે ઉડીને આંખે વળગે. જ્યારે એક નાગરિક દ્વારા શિક્ષિત સાંસદ હોવો જોઈએ તેવી માંગ સામે રાખી છે. પરંતુ મુખ્યત્વે નાગરિકોની માંગ છે કે, શિક્ષણ ક્ષેત્રે સારી ડિગ્રી મેળવનાર શિક્ષિત સાંસદ નહીં હોય તો ચાલશે,પરંતુ વ્યવહારિક રીતે શિક્ષિત હોવો જોઈએ.