ETV Bharat / state

Dogs Killed in Surat: શ્વાનના ત્રાસથી સોસાયટીના પ્રમુખે ઝેરી દવા પીવડાવી ત્રણ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યા - Dogs Killed in Surat

સુરતના ઓલપાડ કરમલાની સોસાયટીમાં રહેતા 5 શ્વાનને પ્રમુખે દૂધમાં ઝેરી દવા ભેળવી દેતા 3નાં મોત થવાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં ખાનગી સંસ્થાનાં કાર્યકરો દ્વારા ફરિયાદ કરાઈ છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 11:48 AM IST

સુરત: ઓલપાડમાં શ્વાનના ત્રાસથી સોસાયટીના પ્રમુખે ઝેરી દવા પીવડાવી ત્રણ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે અંગે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સંસ્થાનાં કાર્યકર દ્વારા ઓલપાડ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પીએમ રિપોર્ટમાં ઝેરી દવા આપ્યાનો ઉલ્લેખ: ઓલપાડના કરમલા ગામમાં સુંદરમવીલા રોહાઉસનાં બગીચામાં બે કૂતરાનાં બચ્ચા તથા એક ઘર નંબર સી-6ની આગળ સોસાયટીમાં રહેતા કૂતરાનાં બચ્ચા મરણની હાલતમાં પડેલા હોવાની માહિતી સોસાયટીમાં રહેતા દિપાંસુ શર્માએ આપતા અંકીતભાઈ અને તેમની ટીમ સુંદરમવીલા સોસાયટીમાં પહોંચ્યા હતા. ત્યાં મૃત હાલતમાં પડેલા કૂતરાનાં બચ્ચાઓને જોયા હતા. તેને કોઈ ઝેરી પદાર્થ આપી મારી નાંખ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી ત્રણે શ્વાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ઓલપાડ પશુ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પીએમ રીપોર્ટમાં કૂતરાને ઝેર આપ્યાનું સામે આવ્યું હતું.

દૂધમાં ઝેરી દવા ભેળવી દેતા 3નાં મોત: તપાસ કરતાં જાણવા મળ્યું કે સોસાયટીના પ્રમુખે 6 તારીખની રાત્રે અનાજમાં નાંખવાની ઝેરી દવા દૂધમાં નાંખી શ્વાનને આપતા મોત થયાની સંસ્થાનાં કાર્યકર અને સોસાયટીનાં રહીશો સમક્ષ કબૂલાત કરી હતી. ફરિયાદી અંકિત રાઠોડનાં જણાવ્યા મુજબ પાંચ શ્વાનને દવા અપાઈ હતી અને ત્રણ મરણ ગયેલ હાલતમાં મળ્યા હતા. બે કૂતરા હજુ ન મળતા તપાસ ચાલુ હોય છે.

ઓલપાડ પોલીસ મથકના પોલીસકર્મી રણજીત ભાઈએ જણાવ્યું હતું કે શ્વાનના મોતની ઘટનામાં ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ મળી છે. ફરિયાદી અંકિત ભાઈ રાઠોડની ફરિયાદના આધારે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Porbandar News: ટુકડા ગામે આતંક મચાવનાગર દીપડો અંતે પાંજરે પુરાયો
  2. અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ ! માંગરોળમાં મધરાતે શ્વાનોએ દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.