ETV Bharat / state

ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી, રજવાડા સમયની ડ્રેનેજ સિસ્ટમ ફરી શરૂ થશે, ખર્ચ 50 ટકા ઘટશે - Bhavnagar Pre monsoon work - BHAVNAGAR PRE MONSOON WORK

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં નાળા અને ડ્રેનેજ લાઇન સહિતની સફાઈ કરવામાં આવી છે. ઉપરાંત કેટલાક નિશ્ચિત કરેલા પાણી ભરાવાના પોઇન્ટ પર કામગીરી અને વર્ષોથી બંધ પડેલી રજવાડા સમયની ડ્રેનેજ લાઈન માટે પણ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી
ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 6:41 PM IST

ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી, ખર્ચ 50 ટકા ઘટશે (ETV Bharat Desk)

ભાવનગર : ચોમાસા આડે હવે થોડા દિવસો જ બાકી છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા વિભાગ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કામગીરીનો ખર્ચ 50 ટકા કરતા ઓછો છે, તેનું કારણ સામે નથી આવ્યું. જોકે અધિકારી બદલાયા બાદ ખર્ચમાં કપાત જોવા મળી છે. સાથે જ રજવાડા સમયની સિસ્ટમને ફરી શરુ કરવા માસ્ટર પ્લાન બનાવ્યો છે, જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હતી.

પ્રિ-મોન્સૂન કાર્યનો ખર્ચ અડધો થયો : ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા છે. આવા સ્થળો પર પ્રિ મોન્સૂન કામગીરી કરવા છતાં પાણી ભરાય છે. ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારી એન. બી. વઢવાણિયાએ જણાવ્યું કે, ગત વર્ષે લગભગ 1.30 કરોડના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરી હતી. આ વર્ષે તમામ 13 વોર્ડમાં અલગ અલગ કોન્ટ્રાકટરની નિમણુંક કરી છે અને દરેકને અલગ અલગ કામગીરી ફાળવવામાં આવી છે. જેના માટે કુલ 65 લાખની મંજૂરી લેવામાં આવી, જેમાં યોગ્યતા મુજબ અમે કામગીરી કરાવીશું.

હવે ક્યાંય પાણી નહીં ભરાય ? એન. બી. વઢવાણિયાએ જણાવ્યું કે, ગયા વખતે અમારા ધ્યાનમાં આવ્યું કે લીલા સર્કલ પાસે ખૂબ જ પાણી ભરાયું હતું. અહીં અમારું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. અહીં એક બોક્સ કન્વર્ટમાં પાણીનો પ્રવાહ હતો, જેનું આખું ડિસીલ્ટીંગ કરાવ્યું અને પાઇપોને લેવલમાં કરાવી દીધા છે. ઉપરાંત અન્ય એક લાઈન નાખીને કંસારા સુધી લંબાવી દીધી છે. વિરાણી ચોકમાં પણ પાણીનો પ્રશ્ન હતો. આ વખતે બંને સર્કલમાં 99 ટકા પાણીનો ભરાવાનો પ્રશ્ન નહીં રહે. વધુ વરસાદ આવે તો થોડો સમય પાણી ભરાવાની સમસ્યા રહી શકે.

25 વર્ષથી બંધ સિસ્ટમ પૂર્વવત કરવાનો પ્લાન : એન. બી. વઢવાણિયાએ જણાવ્યું કે, અત્યારે જે રજવાડા વખતની સિલ્સ ડ્રેન રેલવે સ્ટેશન રોડથી લઈ અને ખાર વિસ્તારમાં એનો આઉટલેટ છે, એ ઘણા સમયથી સિલ્ટિંગ હતી. એના માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે ડિસીલ્ટીંગ કરીને કાયમી ધોરણે ડ્રેન ચાલુ રહે તેનું આયોજન કર્યું છે. એવી જ રીતે દાણાપીઠમાં એક ડ્રેનનું પણ અમે આયોજન કર્યું છે. એને રીનોવેશન કરવાની જરૂર છે. ટૂંક સમયમાં DPR બની જશે. રેલવે સ્ટેશનનો વિસ્તાર ખૂબ જ લો વિસ્તાર છે.

  1. સૂકા બોર લેવા આકરી ગરમીમાં પગ અને મન થોભી જાય, ભાવનગર હાઇવે પર આ સ્થળે છે સૂકા બોરની બજાર
  2. ભાવનગરના સિહોર પંથકમાં કરા પડ્યા, જિલ્લાના વાતાવરણમાં પલટો - Bhavnagar Unseasonal Rain

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.