ETV Bharat / state

કોણ છે ગુજરાતી ફિલ્મોની આ "જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર", જે શૂન્યમાંથી કરે છે સર્જન... - Jugadu costume designer - JUGADU COSTUME DESIGNER

ફિલ્મોમાં અને નાટકોમાં સામે આવતા પાત્રો તો આપણને દેખાતા જ હોય છે અને આપણે એમને ઓળખતા પણ હોઈએ છીએ. પરંતુ તે પાત્રોને ખરેખર જીવંત બનાવવા માટે પડદા પાછળથી પણ કેટલા લોકોની મહેનત રહેલી હોય છે તેમાં એક અગત્યની મહેનત એક કોસ્ચ્યુમ ડિઝાઈનરની પણ હોય છે. આજે એક એવા જ કોસ્ચ્યુમ ડિઝાઈનરની વાત કરવી છે જે પડદા પર પાત્ર પણ ભજવે છે અને કોસ્ચ્યુમ પણ ડિઝાઇન કરે છે. જાણો આ અહેવાલમાં...,Pourvi Joshi is the Jugadu costume designer

પૌરવી જોશી છે જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર
પૌરવી જોશી છે જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 4:08 PM IST

Updated : Sep 22, 2024, 2:44 PM IST

અમદાવાદ: લોકો પડદા પર દેખાતા પાત્રોને હંમેશા યાદ રાખતા હોય છે પરંતુ પડદાની પાછળની ભૂમિકા ભજવતા પાત્રોને જીવંત બનાવવા માટે કામ કરતા કેટલા બધા એવા લોકો હોય છે જેને સામાન્ય વ્યક્તિ ઓળખતું નથી. આવી એક વ્યક્તિ છે જે ઘણી વખત પડદા પર પણ રહી ચુકેલા છે પરંતુ તેમની મુખ્ય ભૂમિકા પડદા પાછળ રહેલી છે. આમ જ પડદા પાછળ કામ કરીને 'જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર' તરીકે ખ્યાતિ પામેલ એક નામ એટલે પૌરવી જોશી...

જુગાડુ કોસ્ટ્યુમ ડિઝાઈનર તરીકેની ઓળખ મેળવી: પૌરવી જોશી જણાવે છે કે તેમનામાં પહેલાથી જ ક્રિએટિવિટી રહેલી હતી. તેઓ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પણ તેઓ ઓળખીતા છે. મોટાભાગે ફિલ્મોની અંદર કામ કરતી વખતે તેમના જુગાડ તેમને ખૂબ જ કામ લાગે છે આથી જ તેમને "જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર" તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેઓ જણાવે છે કે દરેક જગ્યાએ જુગાડ કરવાનો આવે છે કેમકે સમય ઓછો હોય, બજેટ પણ લિમિટેડ હોય અને આર્ટિસ્ટ ઢગલો હોય જ્યારે એમાંથી તેમને કંઈક કરવાનું આવે ત્યારે તેઓ જે શૂન્યમાંથી સર્જન કરવાનું શીખ્યા છે તે તેમને ખૂબ કામ લાગે છે.

પૌરવી જોશી છે જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર (Etv Bharat Gujarat)

ફિલ્મ સાઈન કરવાથી ફિલ્મ પ્રમોશન સુધીની સફર: પૌરવી જોશી જણાવે છે કે જ્યારે ફિલ્મ સાઇન કરવામાં આવે ત્યારથી જ તેમની સફરની શરૂઆત થઈ જતી હોય છે. અલગ-અલગ પાત્રો માટે અલગ-અલગ પ્રકારના કોસ્ચ્યુમ ડિઝાઈન કરવાના હોય છે. બધા ડિપાર્ટમેન્ટ સાથે તેમને સતત સંપર્કમાં રહેવું પડે છે. કયા લોકેશનમાં શૂટ કરવાનું છે? કેવા લાઈટનીંગમાં શૂટ કરવાનું છે? તે બધી તકેદારી લઈને તેમને કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા પડતા હોય છે.

ઘણી વખતે છેલ્લા સમયે લોકેશન ચેન્જ થઈ જાય, સીન ચેન્જ થઈ જાય અને ક્યારેક તો પાત્રો પણ ચેન્જ થઈ જાય તેમને તે બધી પ્રકારની તૈયારીઓ સાથે કામ કરવું પડતું હોય છે.

5-5 વર્ષે પણ ચૂકવણી નથી થતી: પૌરવી જોશી વધુમાં જણાવે છે કે એક ચોક્કસ અમાઉન્ટ સાથે તેઓ ફિલ્મ સાઈન કરે ત્યારે અમુક ટકા પૈસા તેમને આપવામાં આવે અને તે પૈસામાં જ તેમને બધા માટેના કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાના હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે ફિલ્મ રિલીઝ થઈ જાય અને 5- 5 વર્ષ થાય તો પણ બાકીનું અમાઉન્ટ ચુકવવામાં આવતું નથી.

આટલા બધા પ્રશ્નો-પડકારો અને જવાબદારીઓ વચ્ચે પણ પૌરવી જોશી એવું કહે છે કે "મને હજુ બીજું કામ આપવામાં આવે, બીજી જવાબદારીઓ આપવામાં આવે તો પણ હું ખુશી ખુશી તે કામ કરવા માંગીશ."

આ પણ વાંચો:

  1. બહુઆયામી વ્યક્તિત્વ પૌરવી જોશી : ગુજરાતી રંગમંચથી અર્બન ગુજરાતી ફિલ્મ સુધીની રસપ્રદ સફર - Pourvi Joshi
  2. નવરાત્રિમાં નવો ટ્રેન્ડ ! વિન્ટેજ લૂકની માંગ વધી, જુઓ શું કહે છે જાણીતા ફેશન ડિઝાઈનર પૌરવી જોશી - NAVRATRI TREND 2024

Last Updated : Sep 22, 2024, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.