પોરબંદર: ગઈકાલે રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગેમઝોનમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે પોરબંદરમાં પણ જિલ્લાના તમામ ગેમઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગમેઝોન ચલાવનારોની પોલ છતી થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારી એ જણાવ્યું કે, "ગેમઝોનમાં ફાયર એક્ઝિટ અને સ્ટેરકેસ જ નથી. જે આજે ચેકીંગમાં સામે આવ્યું છે."
રિલાયન્સ મોલમાં આવેલ ગેમ ઝોનમાં પણ ખામી: રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકાર દ્વારા તપાસના હાથ ધરાઇ છે. જેમાં પોરબંદરમાં આવેલા રિલાયન્સ મોલના ગેમ બ્લાસ્ટ ફનઝોનમાં પણ અધિકારીઓ દ્વારા તપાસકરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અહિંના ગેમઝોનમાં પણ નબળી સેફ્ટીની સગવળો છે, એ વાત સામે આવી છે. જેમાં ફાયર બ્રિગેડના ઇન ચાર્જ અધિકારી એ જણાવ્યું હતું કે, "પોરબંદરમાં રિલાયન્સ મોલમાં આવેલ ગેમ ઝોનમાં પણ ખામી દેખાય છે. જેમાં એક્ઝિટ સ્ટેરકેસ નથી. તંત્ર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય યોગ્ય કહેવો કે શું કારણ કે જો પોરબંદરમાં પણ રાજકોટ વાળી ઘટના થઈ હોત!"
રાજકોટ વાળી ઘટના થઈ હોત!: આ ઉપરાંત ફાયર બ્રિગેડના અધિકારીએ વધુમાં વિગતો આપતા જણાવ્યું છે કે, અત્યાર સુધી અનેક બિલ્ડિંગમાં ફાયર સેફટી અંગે ત્રણ-ત્રણ નોટિસ પાઠવી છે, પરંતુ ત્યારબાદ પાણીની લાઇન અને ગટરની લાઇન બંધ કરવાનું કામ અન્ય વિભાગનું હોય જે ચીફ ઓફિસરના આદેશ બાદ જ થાય. જેના કારણે કડક કાર્યવાહી કરવામાં ચૂક હોવાનું સામે આવ્યું છે . આમ દોષનો ટોપલો એક વિભાગમાંથી બીજા વિભાગમાં ઢોળવામાં આવી રહ્યો છે. ત્યારે તાત્કાલિક આ કામગીરી કરવામાં આવે અને જે-જે બિલ્ડિંગમાં અંતિમ નોટિસ ફાળવી હોય, ત્યાં કડક એક્શન લેવામાં આવે. ઉપરાંત તેઓ આશા રાખે છે કે, પોરબંદરમાં અધિકારીઓની બેદરકારીના લીધે કોઈ નિર્દોષનો જીવ ન જાય.