ETV Bharat / state

ગુજરાતમાં 7 મેના મતદાનના દિવસે રહેશે જાહેર રજા, ગાંધીનગર સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ - polling day

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે એટલે કે 7મેના રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 8:37 PM IST

ગાંધીનગર: દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

પેઇડ હોલીડેનો લાભ મતવિસ્તારમાં મતદારોને મળશે: રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય.

સચિવાલય દ્વારા પરિપત્ર જાહેર: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મેના રોજ મતદારો મતદાન કરશે. જેને લઈને ગાંધીનગર સચિવાલય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે એટલે કે 7મેના રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

વિધાનસભાની ૫ બેઠકો માટે પેટા ચૂંટણી: 7 મેના રોજ ગુજરાત લોકસભાની સામાન્‍ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાધોડીયા, માણાવદર અને પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ગુજરાત રાજયમાં જાહેર રજા જાહેર કરાઈ છે.

  1. સમગ્ર ગુજરાતમાં રૂપાલાને નિવેદનને લઈ વિરોધના વાદળ, ડભોઇ તાલુકાના સાઠોદમાં ભાજપ માટે 'નો એન્ટ્રી' - PARASOTTAM RUPALA CONTROVERSY
  2. આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ, મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડ ખાતે કર્યું પિતૃ તર્પણ - Somvati Amas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.