ગાંધીનગર: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે એટલે કે 7મેના રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.
7 મેના રોજ ગુજરાત લોકસભાની સામાન્ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાધોડીયા, માણાવદર અને પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ગુજરાત રાજયમાં જાહેર રજા જાહેર કરાઈ છે.