બનાસકાંઠા: જિલ્લાના ડીસામાં થોડા સમય આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટના બનાવમાં ડીસા પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે લૂંટના આ આરોપીઓનું ડીસા પોલીસે ભર બજારે સરઘસ કાઢ્યું હતું અને જાહેર જનતાને સંદેશો આપ્યો હતો
પોલીસે જાહેર જનતાને મેસેજ આપ્યો: ટૂંક સમયમાં પૈસાદાર થવાની લાલચમાં આ આરોપીઓએ શોર્ટકટ અપનાવ્યો અને આ ગંભીર ગુન્હો આચરી બેઠા હતા. પરંતુ તેઓ ભૂલી કે પોલીસના હાથે તેઓ લાગશે તો તેમની શું હાલત થશે. ત્યારે આ આરોપીઓએ જે વિસ્તારમાં લૂંટનો ગુન્હો આચર્યો હતો. તે જ વિસ્તારમાં આરોપીઓનું પોલીસે સરઘસ કાઢીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું અને જાહેર જનતાને મેસેજ આપ્યો હતો કે, "આવા ગુન્હેગારોથી ડરવાની જરુર નથી. પોલીસ હંમેશા તમારી સાથે છે."
પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું: ડીસા પોલીસે લાલ ચાલી વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનારા આરોપીઓનું તેરમી નાળા વિસ્તારથઈ લાલ ચાલી ફૂવારા સર્કલ સુધી સરઘસ નીકાળ્યું હતું. ડીસા પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે એમ કહી શકાય કે, "જેવું કરો તેવું ભરો"
પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી: પોલીસે આ 7 આરોપીઓને ઝડપીને કાર્યવાહી શરુ કરી છે, તેમની પાસેથી લૂંટની રકમ અને લૂંટમાં વપરાયેલા દેશી તમંચા અને કારતૂસને પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે હથિયારની વ્યવસ્થા કરનારા સાબરમતી જેલનો કેદી અને મધ્ય પ્રદેશથી હથિયાર આરોપીઓને આપનારા શખ્સને પકડવા માટે પોલીસે તૈયારીઓ શરુ કરી દીધી છે.
આ પણ વાંચો: