ETV Bharat / state

વૃદ્ધ NRI દંપતિની વ્હારે ખાખી, આ કારણે રાંદેર પોલીસની થઈ રહી છે પ્રશંસા - Police took care of elderly couple - POLICE TOOK CARE OF ELDERLY COUPLE

સુરતની રાંદેર પોલીસનું માનવતાવાદી સ્વરૂપ જોવા મળ્યું છે. રાંદેર પોલીસ સ્ટાફે એક નિરાધાર NRI દંપતિ હેમંતિબેન અને રાજેન્દ્રભાઈ નાયકની વ્હારે આવીને તેમના આરોગ્ય અને ભોજનની કાળજી લઇ રહ્યા છે. પોલીસની શી ટીમ દ્વારા પણ નિયમિતપણે દંપતિના ઘરની મુલાકાત લઈને તેમની તબિયતની સારસંભાળ લેવામાં આવી રહી છે. Police took care of elderly couple

રાંદેર પોલીસ સ્ટાફે નિરાધાર NRI દંપતિની સારવાર અને ભોજનની લીધી જવાબદારી
રાંદેર પોલીસ સ્ટાફે નિરાધાર NRI દંપતિની સારવાર અને ભોજનની લીધી જવાબદારી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 12:45 PM IST

રાંદેર પોલીસ સ્ટાફે નિરાધાર NRI દંપતિની સારવાર અને ભોજનની લીધી જવાબદારી (Etv Bharat gujarat)

સુરત: સ્વાર્થની આ દુનિયામાં જ્યાં પોતાના પણ સાથ છોડીને જતા રહેતા હોય છે, ત્યારે કોઈ એવી વ્યક્તિઓ દેવદૂત બનીને આવે છે જે સ્વજન કરતા પણ વધારે સવાયા બની જાય છે. ત્યારે વાત કરવામાં આવે તો સુરતના એક નિરાધાર NRI વૃદ્ધ દંપતિની કે, જેઓ વર્ષોથી એકલા રહે છે અને આ નિઃસંતાન દંપતિની સારસંભાળ રાખવા એકબીજાના સહારા સિવાય બીજુ કોઈ નથી. ત્યારે ખાખી વર્દીમાં રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર પોલીસ સ્ટાફે નિરાધાર દંપતિ હેમંતિબેન અને રાજેન્દ્રભાઈ નાયકની વ્હારે આવીને તેમના આરોગ્ય અને ભોજનની કાળજી લઇ રહ્યા છે. પોલીસની શી ટીમ દ્વારા પણ નિયમિતપણે દંપતિના ઘરની મુલાકાત લઈને તબિયતની સારસંભાળ લેવામાં આવે છે.

વૃદ્ધ દંપતિની રાંદેર પોલીસે સંભાળ લીધી: 65 વર્ષીય વૃદ્ધા હેમંતિબેન નાયકનો જન્મ ઝામ્બિયા-સાઉથ આફ્રિકામાં થયો હતો. વૃદ્ધ દંપતિના પરિવારમાં પતિ રાજેન્દ્રભાઈ સિવાય બીજુ કોઈ નથી. વૃદ્ધાવસ્થામાં સુરતમાં હાલ મેરૂલક્ષ્મી એપાર્ટમેન્ટ, રાંદેરમાં કઠિન જીવન વિતાવી રહ્યા છે. એવામાં ચોમાસાની સિઝન શરૂ થતા ઘરના વાડામાં રહેલા જૂના પતરાના શેડમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી. વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશા સાથે આવીને આપવીતી જણાવી હતી. જેથી રાંદેર પોલીસના સમગ્ર સ્ટાફે વૃદ્ધ દંપતિની પોતાના જ પરિવારજન વડીલ હોય તેમ મદદ કરવાનું અને કાળજી લેવાનું નક્કી કર્યું હતું.

દંપત્તિને નવા પતરાનો શેડ બનાવી આપ્યો: રાંદેર પોલીસ સ્ટાફે વરસાદી પાણી અટકાવવા આ વૃદ્ધ દંપતીના ઘરે ગણતરીની કલાકોમાં જ ઘરના વાડામાં નવા પતરાનો શેડ બનાવી આપી અને વૃદ્ધાને ફોનની જરૂર જણાતા તેમને નવો ફોન લઈ આપી રાંદેર પોલીસના સ્ટાફે કહ્યું હતું કે, જ્યારે પણ કંઈ જરૂર હોય તો ફોન કરવા અને આસપાસના પાડોશીઓને પણ વૃદ્ધ દંપતિની સમયાંતરે મુલાકાત લેવા, અને કોઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.

પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ: રાંદેરના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ રચાય તે જરૂરી છે. લોકોની મદદ અને સુરક્ષા માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે. લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી જરૂરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન-૫ના ના.પોલીસ કમિશનર આર.પી.બારોટ તથા એ.સી.પી.(કે ડિવીઝન) બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય એવો હેતુ રહ્યો છે. સેકન્ડ પી.આઈ. એમ.કે. ગોસ્વામી, સર્વેલન્સ પી.એસ.આઈ. બી.એસ.પરમાર, શી ટીમ ઇન્ચાર્જ પી.એસ.આઈ. એચ.બી. જાડેજા,. તથા શી ટીમને વૃદ્ધ દંપતિની મદદની જરૂર જણાતા ટપકતા પાણીની સમસ્યા નિવારવા જૂના પતરાં કાઢીને નવા પતરા નંખાવ્યા હતા.

સેવા, શાંતિ અને સલામતી માટે પોલીસ સ્ટાફ અગ્રેસર: તેમણે ઉમેર્યું કે, ગુનેગારોમાં પોલીસનો ખૌફ હોવો જોઈએ. સમાજમાં 90 ટકા સભ્ય અને સારા નાગરિકો હોય છે. તેમના માટે પોલીસ પણ મદદ કરવા તત્પર હોય છે, પરંતુ અસામાજિક તત્વો, ગુનેગારોને કાયદાના પાઠ ભણાવવાનું કામ પણ પોલીસ કરે છે, જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે સેવા, શાંતિ અને સલામતી માટે પણ પોલીસ સ્ટાફ અગ્રેસર રહે છે, સમાજના નિ:સહાય અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થવું એ પોલીસનો નૈતિક ધર્મ સહજવાબદારી પણ છે.

  1. 'ગુજરાત પોલીસનું ગૌરવ' એ મહિલા PSI જેણે દેશભરમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, આ સિદ્ધી મેળવી ઈતિહાસ રચ્યો - Gujarat Police won 4 medals
  2. 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024નો 3જો દિવસ, ખેરાલુમાં માહિતી નિયામક ઉપસ્થિત - Shalapravesotsav 3rd Day

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.