ETV Bharat / state

ચોરી થયેલા મોબાઈલ મુળ માલિકોને પોલીસે પાછા આપ્યા, વલસાડમાં 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમમાં પોલીસની સરાહના - police recovered the stolen mobiles

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 1:28 PM IST

ચોરાઇ ગયેલા કે પછી ખોવાઈ ગયેલા મોબાઈલ જો પાંચ મળી આવે તો તેની ખુશી જ કઈક અલગ હોય છે. અને આવો જ આનંદ વલસાડના લોકોને થઈ રહ્યો છે. જેમાં પોલીસે ચોરાયેલાં મોબાઈલ શોધી માલિકને પરત કર્યા હતા. ઉપરાંત 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ યોજી સાઈબર ક્રાઇમ અને માહિતી પણ આપી હતી. જાણો સંપૂર્ણ બાબત અને આઅ કાર્યક્રમ વિશે. police recovered the stolen mobiles

છ થી આઠ મહિનામાં જિલ્લાના 10 પોલીસ મથકોમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી
છ થી આઠ મહિનામાં જિલ્લાના 10 પોલીસ મથકોમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી (etv bharat gujarat)
પોલીસ દ્વારા દરેક જિલ્લામાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે (etv bharat gujarat)

વાપી: વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાના 10 પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ મોબાઈલ ચોરીની કે ખોવાયાની ફરિયાદ બાદ તે પૈકીના 65 મોબાઈલ રિકવર કરી તેના મૂળ માલિકને પરત કર્યા હતાં.

'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ યોજી સાઈબર ક્રાઇમ અને માહિતી પણ આપી
'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ યોજી સાઈબર ક્રાઇમ અને માહિતી પણ આપી (etv bharat gujarat)

તેરા તુજકો અર્પણ: ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અને DGP વિકાસ સહાયની સૂચનાથી પોલીસ દ્વારા દરેક જિલ્લામાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેમાં જે લોકોના મોબાઈલ કે અન્ય ચીજ વસ્તુઓ ચોરાય છે તે શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

પોલીસે ચોરાયેલાં મોબાઈલ શોધી માલિકને પરત કર્યા હતા
પોલીસે ચોરાયેલાં મોબાઈલ શોધી માલિકને પરત કર્યા હતા (etv bharat gujarat)

મોબાઇલ તેમના મૂળ માલિકને પરત: આવા જ એક કાર્યક્રમનું વલસાડ એસપી અને ડીવાયએસપી દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SOG એ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરાયેલા 65 જેટલાં મોબાઇલને શોધી કાઢી તે તમામ મોબાઇલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા. આ 65 મોબાઈલની કુલ કિંમત 10 લાખ હોવાથી વલસાડ જિલ્લાના પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું.

ચોરાયેલાં મોબાઈલ ફરી મળ્યા
ચોરાયેલાં મોબાઈલ ફરી મળ્યા (etv bharat gujarat)

કુલ 65 મોબાઈલની ફરિયાદ: જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, છ થી આઠ મહિનામાં જિલ્લાના 10 પોલીસ મથકોમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ રિકવર કરી તેમના મૂળ માલિકને પરત કર્યા છે. જેમાં વાપી ટાઉન પોલીસ મથકના 15, ભીલાડ પોલીસ મથકમાં 7, વલસાડ સીટી પોલીસ મથકમાં 3, ડુંગરી પોલીસ મથકના 1, ધરમપુર પોલીસ મથકના 2, વાપી જીઆઇડીસી પોલીસ મથકના 19, વલસાડ રૂરલ પોલીસ મથકના 6, પારડી પોલીસ મથકના 3, ડુંગરા પોલીસ મથકના 6 અને ઉમરગામ પોલીસ મથકના 3 મોબાઈલ મળી કુલ 65 મોબાઈલની ફરિયાદનો સમાવેશ થાય છે.

વલસાડમાં તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ યોજી મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા
વલસાડમાં તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ યોજી મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા (etv bharat gujarat)

મોબાઈલ ટ્રેક કરી ટીમ મોકલી મોબાઇલ રિકવર કર્યા: જિલ્લા પોલીસવડાના જણાવ્યા મુજબ ઘણા બધા મોબાઇલ રાજ્યની બહાર પણ લઈ જવામાં આવ્યા હતા. જેને ટ્રેક કરી ટીમ મોકલી મોબાઇલ રિકવર કરવામાં આવ્યા છે. મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેને કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા છે. રિકવર કરેલા મોબાઈલમાં મોટાભાગના મોબાઇલની તેના મૂળ માલિકોએ ખોવાયાની ફરિયાદ લખાવી હતી.

સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા અપીલ: આ મોબાઈલ એ લોકોના હતા જેઓ શોપિંગ કરવા ગયા હતા, શાકભાજી લેવા ગયા હતા કે બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પડી ગયા હતા, ભુલાઈ ગયા હતા કે ચોરી થઈ ગયા હતા. મોબાઈલ પરત આપવા સાથે જિલ્લા પોલીસવડાએ તમામને સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા તેમજ આસપાસ બનતી ઘટનાઓથી સાવચેત રહેવા અંગેની જાણકારી આપી હતી.

  1. લોકપાલ નિયુક્ત કરી દીધા છતાં UGCએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી - UGC has declared it a defaulter
  2. ગેરકાયદે રેતી ભરેલ ડમ્પરને રોકતા ડમ્પર માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર કર્યો હુમલો, ડમ્પર માલિક સામે પોલીસ ફરિયાદ - Royalty inspector attacked

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.