વડોદરા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે, 28 ઓક્ટોબરે સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ભારતની ત્રણ દિવસની મુલાકાતે સોમવારે સવારે ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે.તેમના આગમન પર, વિદેશ મંત્રાલયે સ્પેનિશ નેતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અભિનંદન પાઠવ્યા અને લખ્યું, "Bienvenido a India!"
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝ વડોદરા પહોંચ્યા. 18 વર્ષમાં સ્પેનના વડાપ્રધાનની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ભારત-સ્પેનના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની આ સત્તાવાર મુલાકાત છે." વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ વડાપ્રધાન સાંચેઝનું સ્વાગત કર્યું હતું.
Bienvenido a India!
— Randhir Jaiswal (@MEAIndia) October 27, 2024
President of the Government of Spain @sanchezcastejon touches down in Vadodara, marking the first visit by a Spanish President to 🇮🇳 in 18 years.
An official visit to elevate 🇮🇳-🇪🇸 relations to new heights. pic.twitter.com/c95RU3ZGj7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર, 2022ના રોજ C 295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કોમ્પ્લેક્સના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. વડોદરા સ્થિત ટાટાના આ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં કુલ 40 C 295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. વડોદરામાં 28 ઓક્ટોબરથી શરૂ થયેલું આ સંકુલ બે વર્ષમાં પૂર્ણ થયું હતું. દેશમાં ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના ગુજરાતમાં સાર્વજનિક કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) October 27, 2024
🗓️ 28 ઑક્ટોબર, 2024 - સોમવાર
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9V6b
* https://t.co/k3tr0NavcC
* https://t.co/gDXaSM7RFO pic.twitter.com/S1bfN1ACiP
PM મોદીનો 28 ઓક્ટોબરનો સંપૂર્ણ કાર્યક્રમ
વડોદરામાં એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન:
PM મોદી વડોદરા સ્થિત TASL કેમ્પસમાં સવારે 9 વાગ્યે સ્પેનના PM સાથે એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે.
સ્પેનના પીએમ સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં મુલાકાત:
પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સવારે 10 વાગ્યે વડોદરાના ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસમાં મુલાકાત કરશે
દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન:
બપોરે 1.45 કલાકે અમરેલી જિલ્લાના દુધાળા ગામે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે.
4,800 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ-ઉદ્ધાટન
પીએમ મોદી બપોરે 2 વાગ્યે અમરેલી જિલ્લાના લાઠીમાં 4,800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
નારણ સરોવર અને હૈત કી હવેલીની મુલાકાત
પીએમ મોદી બપોરે 3 વાગ્યે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે નારણ સરોવર અને હૈત કી હવેલીની મુલાકાત લેશે.