અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા'માં ભાગ લીધો. આ દરમિયાન તેઓએ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
દેશમાં ત્રણ સ્થળોએ સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ધોલેરામાં 91000 કરોડ,સાણંદમાં 7500 કરોડ નું રોકાણ કરવામાં આવશે. ધોલેરામાં ટાટા ઈલેકટ્રોનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં મેગા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેબિલિટી (ફેબ) બનાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ઇતિહાસિક છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ 1.25 લાખ કરોડના 3 પ્રોજેક્ટ ભારતને ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનાવશે. હું ભારતના પ્રયાસથી ઉત્સાહિત છું. ભવિષ્યના ભારતની શક્તિ યુવાનો છે, 21મી સદી ટેકનોલોજીની સદી છે, સેમિકન્ડક્ટર વગર તેની કલ્પના મુશ્કેલ છે. દુનિયામાં જૂજ દેશ સેમિકન્ડક્ટર ઉત્પાદન કરે છે.
કોરોનામાં સેમિકન્ડક્ટર મહત્વ સમજાયું. ભારત સ્પેસ, પરમાણુ શક્તિ છે, હવે સેમિકન્ડક્ટર પાવર બનીશું. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધુ લાભ રોજગારી અને ટેક્સ કલેક્શન મળશે. ભારત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી રહ્યો છે. નવી સાંભવના અને નવા અવસરો મળશે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે.
જૂની સરકાર દેશની પ્રાથમિકતા સેમિકન્ડક્ટર સમજી ન શકી. ભારતે સેમિકન્ડક્ટરમાં કેટલાક દશક ગુમાવ્યા. 1960 સેમિકન્ડક્ટર ઉત્પાદન કરવાનું વિચાર્યું હતું. સરકારની ઇચ્છાશક્તિ ઓછી, સપનું પૂર્ણ ન થયું. આવા વિચાર સાથે દેશ પ્રગતિ ન કરે. આજે સરકાર દેશની ભવિષ્યની બધી પ્રાથમિક બાબતોનું ધ્યાન રાખે છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે,12 લાખ કરોડના વિકાસ કામ શિલાન્યાસ અને લોકાર્પણ થયું.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024 સાણંદ અને 2026 ડિસેમ્બરમાં ધોલેરામાં ચિપ્સ ઉત્પાદન શરુ થશે. સાણંદ માઇક્રોન પ્લાન્ટ મેમરી ચિપ્સ, cg પાવર ઇન્ડસ્ટ્રીઝ ચિપ્સ બનશે. અસમ ટાટા પ્લાન્ટમાં ઈલેકટ્રોનિક વિહિકલ અને મોબાઈલ, પાવર મેનેજમેન્ટ ચિપ્સ બનશે. 2029 માં ભારત દુનિયામાં પાંચ મોટી સેમિકન્ડક્ટર ઇન્ડિસ્ટ્રીઝ હશે. ભારત સેમિકન્ડક્ટર દુનિયામાં સ્કિલ ડેવલપમેન્ટ અને R એન્ડ D માં મોટી શક્તિ બનશે.