ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે સાંજે 4:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ હેલિકોપ્ટર દ્વારા વડસર એરફોર્સ સ્ટેશન ખાતે જશે. ત્યારબાદ રાત્રે રોકાણ માટે રાજભવન આવશે.

રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન: વડાપ્રધાનના ગુજરાત પ્રવાસન બીજા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ રાજભવન મહાત્મા મંદિર ખાતે રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કરશે. પરિણામે સમિટને લઈને મહાત્મા મંદિર ખાતે તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મોદીના ગુજરાત પ્રવાસની તડામાર તૈયારીઓ: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે 17 સપ્ટેમ્બરના રોજ તેમની માતા હિરાબાના આશિર્વાદ લેતા હતા. હિરાબાના નિધન બાદ, પીએમ મોદી તે નિવાસ સ્થાને જાય તેવી શક્યતા છે. જો કે આ અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી. બાદમાં તેઓ 17 સપ્ટેમ્બરના રોજ સવારે ભુવનેશ્વર જવા માટે રવાના થાય તેવી સંભાવના છે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.15, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદીના ગુજરાત પ્રવાસને લઇને હાલમાં તડામાર તૈયારીઓ શરૂ છે.

આ પણ વાંચો: