વડોદરા: જીલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા ખાતે અલવા ગામે PHC સેન્ટર વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને કારણે પ્રાથમિક સારવાર લઇ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત મેડિકલ સ્ટાફ પણ આ બાબતે ચિંતિત થઈ ગયો હતો.
વાઘોડિયા પંથકમાં ઠેર ઠેર પાણી: ગત રાત્રિના રોજ મેઘરાજા મને મૂકીને વર્ષા ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના સામે આવી હતી. ત્યારે કેટલાક સ્થાનિકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સ્થાનિક વહીવટી તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી સામે કેટલાક સવાલો પણ ઉભા થયા હતા. સ્થાનિક સંસ્થાઓ ચોમાસાની ઋતુ શરૂ થતા પહેલા જ પ્રિમોન્સૂનની કામગીરી કરતા હોય છે, પરંતુ જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે જ તેઓની પ્રિમોન્સૂનની કામગીરી કોઈ પ્રકારે કામ આવતી નથી. પરંતુ પ્રશ્ન એ છે કે, જો આ પીએસસી સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જાનહાની થઈ હોત તો તેનું જવાબદાર કોણ ? વહીવટી તંત્ર એકબીજાના માથે જવાબદારી ધોળતા હોય છે.
શરૂઆતના વરસાદમાં જ PHC પાણીમાં ગરકાવ: અહીં નોંધનીય બાબત એ છે કે, આ વર્ષમાં શરૂઆતમાં વરસાદ ધર્યો તેટલો પડ્યો નથી અને વરસાદનો માત્ર પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે ત્યારે પ્રથમ વરસાદમાં જ વાઘોડિયા તાલુકાના અલવા ગામે આવેલું PHC સેન્ટર પાણીમાં ડૂબી ગયું છે. તંત્ર આ સામે શું કાંગીતિ કરશે એ જોવું રહ્યું.
લેખિતમાં રજૂઆત કરી: આ સમગ્ર મામલે મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ પગીએ જણાવ્યું કે, ગતરોજ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અમારું PHC સેન્ટર એ નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે. અલવા ગામનુ સબ સેન્ટર છે, જેને ટેમ્પરરી પી.એચ.સી સેન્ટર બનાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટના બાબતે તાલુકાને અમે જાણ કરી છે અને આ બાબતે યોગ્ય જરૂરી કાર્ય કરવાની તેઓએ લેખિતમાં રજૂઆત કરી હતી.