ETV Bharat / state

સુરતમાં 73 જેટલી માર્કેટો અને કારખાના પાસે નથી ફાયર NOC, 24 કલાકમાં ફાયર વિભાગે સાડીની 450 દુકાનોને કરી સીલ - Operation of Fire Department - OPERATION OF FIRE DEPARTMENT

સુરતમાં ફાયર વિભાગે રાધે ટેક્સ્ટાઇલ માર્કેટની 411 દુકાનો સીલ કરી છે, હાલ પણ 73 જેટલી માર્કેટો અને લૂમ કારખાના ફાયર NOCની તારીખ વીતી ગઇ હોવા છતાં પણ રિન્યૂ કરાવી નથી. પાલિકા હાલમાં જ આ તમામને નોટિસ આપી છે અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.Operation of Fire Department

સુરતમાં 73 જેટલી માર્કેટો અને કારખાના પાસે નથી ફાયર NOC
સુરતમાં 73 જેટલી માર્કેટો અને કારખાના પાસે નથી ફાયર NOC (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 4:11 PM IST

એસોસિએશનના પદાધિકારીઓ અને સુરત પોલીસની મીટીંગ યોજાઇ (etv bharat gujarat)

સુરત :શહેરની ઓળખાણ કાપડ માર્કેટમાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે જેનાથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરનારા વેપારીઓ ભલે સારી કમાણી કરે છે. પરંતુ આગ લાગવા જેવી ગંભીર ઘટનાઓને લઇને તેમનામાં ગંભીર નથી તેવું જણાઇ રહ્યું છે. કાપડ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે આગ લાગવાની એક કે બે ઘટનાઓ બનતી હોય છે અને ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાંય હાલ પણ 73 જેટલી માર્કેટો અને લૂમ કારખાના ફાયર NOCની તારીખ વીતી ગઇ હોવા છતાં પણ રિન્યૂ કરાવી નથી. પાલિકા હાલમાં જ આ તમામને નોટિસ આપી છે અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

ફાયર વિભાગે 411 દુકાનો સીલ કરી: ફાયર વિભાગે રાધે ટેક્સ્ટાઇલ માર્કેટની 411 દુકાનો સીલ કરી છે, જ્યારે ગેલેક્સી ઇસ્કોન 23 દુકાનો સીલ કરવામાં આવી છે. કેટલીક માર્કેટો એવી જગ્યાઓ પર છે કે, જ્યાં આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી શકે તેમ નથી. તેવા સંજોગોમાં જો માર્કેટ ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન પાસે તેમના પોતાના ફાયર સેફ્ટીનાં સાધનો હોય તો શરૂઆતના તબક્કે જ લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય છે.

એસોસિએશનોને ફાયર સેફ્ટીની ગંભીરતા નથી: ફાયરબ્રિગેડ વારંવાર તેઓને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા અને તેનો સંકટ સમયે ઉપયોગ કરવાની તાકીદ કરે છે, પરંતુ એસોસિએશનોને આની ગંભીરતા નથી. જ્યારે આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડને જ તમામ મહેનત કરવી પડે છે. કેટલીક માર્કેટોમાં ફાયર સેફ્ટની સાધનો તો છે, પરંતુ તેને કઇ રીતે ઓપરેટ કરી શકાય તેની જાણકારીનો અભાવ છે. થોડા દિવસો પહેલા ફાયર વિભાગે NOC વગરની માર્કેટો પર કાર્યવાહી કરી હતી. આજે સંદર્ભે એસોસિએશનના પદાધિકારીઓ અને સુરત પોલીસની મીટીંગ યોજાઇ હતી.

6 મહિનામાં આગ લાગવાની 65 ઘટના: છ મહિનામાં કાપડ માર્કેટ અને લુમ્સ કારખાનાઓમાં આગ લાગવાની 75 જેટલી ઘટનાઓ બની હતી. ફાયર વિભાગે કરેલી ગણતરી પ્રમાણે ગત સપ્ટેમ્બરમાં 05, ઓક્ટોબરમાં 04, નવેમ્બરમાં 17, ડિસેમ્બરમાં 18 જાન્યુઆરમાં18 તેમજ ફેબ્રુઆરીમાં 13 મળી કુલ 6 મહિનામાં 65 જેટલી આગની ઘટનાઓ બની છે. છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાતી નથી.

ફોસ્ટાની સૂચનાને પણ ઘોળીને પી ગયા: ફોસ્ટાના ડિરેક્ટર કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, કાપડ માર્કેટના વેપારીઓને ફાયર NOC લેવા માટે ફાયર વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે તેની સાથે ફોસ્ટાને પણ સાથે રાખી ફાયરબ્રિગેડ અભિયાન ચલાવી રહ્યું છે. અત્યાર સુધી 3થી 4 વાર તમામ માર્કેટોને ફાયર સેફટીના સાધનો લેવા અને ફાયર સેફટની સિસ્ટમ ગોઠવવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાંયે કેટલીક માર્કેટ એસોસિએશન બેદરકારી દાખવી રહી છે.

ડીસીપીએ ફાયર સેફ્ટી અંગે કરી તાકીદ: ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે અમે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા માર્કેટના પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી આ મિટિંગમાં અમે ચર્ચા કરી હતી કે, જેઓની પાસે NOC નથી. તેઓ તાત્કાલિક NOC લઈ લે અને ફાયર સેફટીના સાધનો સહિત ઇમરજન્સી એક્ઝિટ અને અન્ય બાબતો અંગે તકેદારી રાખે.

આશરે 70 હજાર કરોડ કાપડ માર્કેટનું ટર્નઓવર: સુરતના કાપડ માર્કેટનું ટર્નઓવર આશરે 70 હજાર કરોડ રુપિયાનું છે. અહીની માર્કેટોમાં સાડી, ડ્રેસ, ગારમેન્ટ સહિતના ફેબ્રિક્સનું વેચાણ થાય છે. કેટલાક ઉદ્યોગકારોની બ્રાન્ડ દેશભરમાં પ્રખ્યાત છે. તે છતા પણ કરોડો રુપિયાનો વેપાર કરતા વેપારીઓ ફાયર સેફટી પ્રત્યે ઉદાસીન છે. મોટુ નામ ધરાવતા હોય તેમની માર્કેટોમાં પણ અગાઉ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

  1. 200 લિટર જ ડીઝલ રાખવાનો નિયમ છે તો પછી રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડન્ટમાં 2500 લિટર ડીઝલ આવ્યું ક્યાંથી ??? - Rajkot Game Zone Fire Accident
  2. બે જામીનની વાર્તા - એક જે પસાર થઈ, એક જે ન થઈ : વિરોધાભાસ વર્ણવતો ઋત્વિકા શર્માનો લેખ... - Supreme Court

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.