ગાંધીનગર: હવે અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેનથી કનેક્ટ થવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ થશે. મેટ્રો ફેઝ-3 મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-3નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરુ થશે
APMC (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે અને ભાડું માત્ર રુપિયા 35 છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થતા લોકોનો સમય અને બળતણ બચશે. પર્યાવરણ શુદ્ધ કરવામાં પણ મદદ મળશે. મેટ્રો ટ્રેનના ઓબ્ઝર્વિંગ સર્વિસ સ્ટેશન એન્ડ ટ્રેકશન સર્વિસ સ્ટેશનમાં મેટ્રો ટ્રેન સિસ્ટમના ડાયરેક્ટર સંજીવ મહેતા ETV ભારતની ટીમે ખાસ વાતચીત કરી હતી.
આ પણ જાણો: