ETV Bharat / state

ભુજના સ્મૃતિવન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ શિબિર યોજાઈ, સાંસદ વિનોદ ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકોએ લીધો ભાગ - world yoga day 2024 - WORLD YOGA DAY 2024

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે ભુજના સ્મૃતિવન ખાતે જીલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. international yoga day 2024

યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી
યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 1:51 PM IST

કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ગુજરાત યોગ બોર્ડના કોર્ડીનેટર વિજય શેઠનું નિવેદન (Etv Bharat Gujarat)

કચ્છ: આજ રોજ સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે UNESCO દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના નયનરમ્ય વાતાવરણ વચ્ચે આજે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવવામાં આવ્યું હતું. જેમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારના સાંસદ, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, અધિકારીઓ, શિક્ષકો અને વિધાર્થીઓ જોડાયા હતા. તેમજ રમતગમત, યુવા, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભુજના સ્મૃતિવન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
ભુજના સ્મૃતિવન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી (Etv Bharat Gujarat)

યોગ મનને કરે છે પ્રફુલ્લિત: કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે ત્યારે દરેકને હૃદય પૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને સૌને અને વિશ્વને 10 વર્ષ પહેલા યોગ તરફ વાળ્યા હતા અને યોગ કરવા માટેનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના અનેક દેશો યોગ તરફ વળ્યા છે અને યોગ કરી રહ્યા છે. યોગ આપણા મનને પ્રફુલિત બનાવે છે. તેમજ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. યોગ આજે શહેર, ગામડા અને ઘરે ઘરે થઈ રહ્યો છે. ત્યારે આજે સમાજ આપણો સ્વસ્થ અને તંદુરસ્ત થઈ રહ્યો છે. સાથે સાથે એ વાતનો આનંદ અને ગૌરવ છે કે જે કચ્છની અંદર આજે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી જે પ્રાંગણમાં આપણે કરી રહ્યા છે તેવા સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સ્થાન આપ્યું છે.

યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી: ગુજરાત યોગ બોર્ડના કોર્ડીનેટર વિજય શેઠે જણાવ્યું હતું કે આજે પુરા ગુજરાતના 33 જિલ્લાની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ આજે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભુજના સ્મૃતિવન ખાતે જીલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે. જેમાં 3000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. તેમજ સનસેટ પોઇન્ટ પર પણ 500 જેટલા લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. દર વર્ષે 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી સાથે યોગ કરવામાં આવે છે પરંતુ રોજિંંદા જીવનમાં પણ દરેક લોકોએ યોગ કરવો જોઈએ. જેથી કરીને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે અને લોકોનું સ્વાસ્થ સારુ રહે. યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. પોતા માટે અને સમાજ માટે યોગ એ સ્વસ્થ જીવનની પૂંજી છે.

  1. રાજકોટ બન્યું યોગમય, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગપ્રેમીઓ ઉમટ્યા - International Yoga Day 2024
  2. પોરબંદરની ચોપાટી પર યોગ દિવસની ઉજવણી, સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ લોકોએ કર્યા યોગ - world yoga day 2024
  3. જૂનાગઢની માહીએ માતાના પગલે ચાલીને પ્રાપ્ત કરી યોગમાં વિશેષ પારંગતતા - International Day of Yoga 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.