ETV Bharat / state

મોરબીમાં સ્વામીનારાયણ સંસ્થાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા તંત્રનું 24 કલાકનું અલ્ટીમેટમ - NOTICE OF MORBI MUNICIPALITY

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 5:29 PM IST

મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે મામલે અગાઉ તંત્ર દ્વારા 2-2 નોટીસ આપવા છતાં સંસ્થા દ્વારા યોગ્ય પ્રતિક્રિયા મળી નથી અને બાંધકામ જેમનું તેમ જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર એ વધુ એક નોટીસ આપીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.NOTICE OF MORBI MUNICIPALITY

મોરબીમાં સ્વામીનારાયણ સંસ્થાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા તંત્રનું 24 કલાકનું અલ્ટીમેટમ
મોરબીમાં સ્વામીનારાયણ સંસ્થાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા તંત્રનું 24 કલાકનું અલ્ટીમેટમ (etv bharat gujarat)

મોરબી: મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે મામલે અગાઉ તંત્ર દ્વારા 2-2 નોટીસ આપવા છતાં સંસ્થા દ્વારા યોગ્ય પ્રતિક્રિયા મળી નથી અને બાંધકામ જેમનું તેમ જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર એ વધુ એક નોટીસ આપીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે પરંતુ સવાલ એ છે કે, અગાઉ 2 નોટીસ છતાં બાંધકામ ન હટાવનાર સંસ્થાના સંચાલકો આ નોટીસને માનશે ખરા ?.

નગરપાલિકા તંત્ર દ્વારા વધુ એક નોટીસ: મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલે નગરપાલિકા તંત્ર દ્વારા વધુ એક નોટીસ આપવામાં આવી છે. જેમાં BAPS સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તા, ભરત બોપ્લીયા, નરેન્દ્ર વડાવીયા, અતુલ ઘોડાસરા, હરેશ વામજા, પ્રવીણ ક્કાસણીયા, જીતેશનજી ચારોલા, રમેશ પાંચોટિયા, દિનેશચંદ્ર નાયગપરા, વિઠ્ઠલ ગોધાણી, મનહરલાલ ફેફર અને અરવિંદ જીવાણી એમ ૧૨ વહીવટકર્તાઓને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી નગરપાલિકા દ્વારા કોઈ પણ બાંધકામ મંજુરી કે પ્લાન મંજુર કરાવેલ હોય તો તે રજુ કરવા જાણ કરવામાં આવેલ છતાં વહીવટકર્તાઓ દ્વારા રજુ કરવામાં આવી નહોતી અને પુનઃ ન્યાયના હિતમાં સ્થળ પર પાલિકાની કોઈ જ પ્રકારની પૂર્વ મંજુરી સિવાય કરવામાં આવેલ ગેરકાયદેસરનું બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા પૂરતો સમય આપી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તક આપવામા આવી હતી.

મંદિરના વહીવટકર્તાઓએ મશીનથી કામગીરી કરી: ત્યારે હવે શું વધુ એક નોટીસથી સંસ્થા નમતું જોખશે ? મોટો સવાલ એ છે કે, ગેરકાયદેસર બાંધકામ દુર કરવા અંગે જાણ કરાઇ હોવા છતા કલેકટરને પત્ર સંદર્ભે હાલની વરસાદની સ્થિતિને ધ્યાને લઈને અને મોરબીના લોકોના જીવનું જોખમ ઉભું ના થાય તે માટે વહીવટકર્તાઓને તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી હતી. પરંતુ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ દરેક નોટીસોની કોઈ જ દરકાર કર્યા સિવાય વહીવટકર્તાઓ નાના પિલરનું દબાણ દુર કરવા નાના મશીનથી કામગીરી શરુ કરી હતી અને તેઓ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે તેવું બતાવવા માટે આ કાર્ય કરી રહ્યા હતા.

પૂરની સ્થિતિ સર્જાય તો જવાબદારી મંદિરની રહેશે: પુરની સ્થિતિ સર્જાય ત્યારે સંપૂર્ણ જવાબદારી મંદિરની રહેશે ઉપરાંત અધિકૃત પ્રતિનિધિ દ્વારા મીડિયાના માધ્યમથી એવી બાહેંધરી આપવામાં આવી હતી કે, પ્રશાસન જે નિર્ણય કરે તે સંપૂર્ણપણે માન્ય છે તેમાં કોઈ પ્રશ્ન નથી જયારે સ્થળ પર આ બાબતનો કોઈ જ અમલ થતો ના હોય ત્યારે વહીવટકર્તાઓને આખરી નોટિસથી તાકીદ કરવામાં આવે છે. ૨૪ કલાકમાં જ સંપૂર્ણ બિન અધિકૃત ગેરકાયદેસર બાંધકામ સંપૂર્ણપણે દુર કરવામાં આવે અન્યથા નગરપાલિકા દ્વારા મંદિરના વહીવટકર્તાઓના ખર્ચે આ બાંધકામ દુર કરશે જેની સ્પષ્ટ નોંધ લેવા તેમજ બાંધકામને કારણે મચ્છુ નદીના પટમાં પુરની સ્થિતિ સર્જાય તેની સંપૂર્ણ જવાબદારી વહીવટકર્તાઓની રહેશે. તેવી નોટીસ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ધાર્મિક ડોબરિયાએ આપી છે.

  1. નીલગીરીનું તોતિંગ વૃક્ષ ધરાશાઇ થતાં વાપી-શામળાજી હાઇવે બે કલાક રહ્યો બંધ - Vapi Shamlaji highway blocked
  2. નવસારીમાં આવ્ચો આફતનો વરસાદ,નવસારીમાં 9 ઇંચ અને જલાલપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો - rain in navsari

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.