વાંસદાઃ માનકુનિયા ગામે ખોરા ફળિયામાંથી નવસારી એસઓજીને હાથ બનાવટની 2 બંદુકો મળી આવી. પોલીસે આ બંદુકો સાથે 2 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓએ વન્ય જીવોના શિકાર માટે આ બંદુકો બનાવી હોવાનું સામે આવ્યું છે. બંદુકો, ગન પાવડર, છરા વગેરે મળીને પોલીસે કુલ 10000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટેની સુચના ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી. આ સૂચનાને પગલે એસઓજી પોલીસ મથકના પીઆઈ પટેલિયા તેમજ તેમના સ્ટાફ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે ખાનગી બાતમીદારો રોકી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢયા હતા. મળેલી બાતમીને આધારે પોલીસે વાંસદાના ખોરા ફળિયા ખાતે દરોડો પાડ્યો હતો. જેમાં 48 વર્ષીય લાલજુ ધનગરેના મકાન પાસે પુરેટીયામાં સંતાડી રાખેલ લાયસન્સ વગરની દેશી બનાવટની 2 બંદૂક મળી આવી હતી. પોલીસે બંદુકો ઉપરાંત ગન પાવડર, છરા વગેરે મળીને 10000થી વધુનો મુદ્દામાલ ઝડપ્યો. આ ગુનામાં વધુ એક આરોપી ઉંમર વર્ષ 45 સુરેશ ધનગરેની પણ અટકાયત કરાઈ. આરોપીઓ વિરુદ્ધ વાંસદા પોલીસ મથક ખાતે હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરાયો. તેમજ વધુ તપાસ વાંસદા પોલીસ મથકના પીએસઆઈ ચાવડા કરી રહ્યા છે.
નવસારી એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે વાંસદા તાલુકાના માનકુનિયા ગામના ખોરા ફળિયામાં રહેતા લાલજી ધનગરેના ઘર પાસેથી ઘાસના પૂરેટીયામાંથી દેશી હાથ બનાવટની બંદૂક ઝડપી પાડી હતી. વધુ તપાસ કરતા એસોજી ટીમને બંદૂક સહિત લોખંડના પારા, ફટાકડી દારૂગોળા જેવો પાવડર પણ ઘરમાંથી મળી આવ્યો છે. હાલ પોલીસે લાલજી ધનગરે સહિત અન્ય એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે...વી. એન. પટેલ (ડીવાયએસપી, નવસારી)
વાંકાનેરના એક ઈસમ સામે પાસા કાર્યવાહી,એક ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાયો