ETV Bharat / state

નવસારીની ખાનગી બસને નડ્યો અકસ્માત : એક વ્યક્તિનું મોત, 10 લોકો ઘાયલ - NAVSARI BUS ACCIDENT

નવસારીની ખાનગી બસને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 10 લોકોને ઈજા પહોંચી હતી.

નવસારીની ખાનગી બસને નડ્યો અકસ્માત
નવસારીની ખાનગી બસને નડ્યો અકસ્માત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 7:29 AM IST

નવસારી : દિવાળીની રજાઓ દરમિયાન લોકો પર્યટન સ્થળે મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે, જે આજનો ટ્રેન્ડ બની ગયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના અથવા તો પ્રાઇવેટ વાહનોમાં પર્યટન સ્થળે જતા હોય છે. જેમાં ભૂતકાળમાં કેટલાક ગંભીર અકસ્માતો પણ સામે આવ્યા છે. નવસારીની ઓમ સાંઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ લક્ઝરી બસને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે ગંભીર અકસ્માત નડ્યો છે.

મુસાફરો ભરેલી બસનો અકસ્માત : નવસારીથી દિવાળીની રજાઓમાં ઓમ સાંઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ લક્ઝરી બસ નવસારીના પેસેન્જર ભરીને દાદરા નગર હવેલી ખાતે આવેલ પર્યટન સ્થળ દૂધની જેટ્ટી તરફ જઈ રહ્યા હતા. પ્રવાસની મજા માણતાં મુસાફરોને ક્યાં ખબર હતી કે આગળ જતા મોટી ઘટના સર્જાશે. કરચોન ગામ પાસે આવેલા ટર્નિંગ પર ઓમ સાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જતા બસના ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું.

એકનું મોત, દસ ઘાયલ : પેસેન્જરથી ભરેલી બસ પોતાનો રોડ છોડી દેતા રોડના કિનારે જવા લાગી હતી. તેને લઈને બસના કંડકટર બસમાંથી કૂદી ગયા હતા. પરંતુ કંડકટર પાછલા ટાયરમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બસની અંદર બેઠેલા દસથી વધુ લોકો ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે સબ જિલ્લા હોસ્પિટલ ખાનવેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

  1. નવસારીમાં ચમકી વિજળી: નયનરમ્ય દ્રશ્યોનો વિડીયો વાઇરલ
  2. નવસારીમાં ડ્રગ વિભાગના દરોડા :ઘરમાં મળ્યા 400 શ્વાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.