નવસારી: સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે આજના યુવાનો કોઈપણ રસ્તો અપનાવવામાં સંકોચ કરતા નથી અને અવારનવાર વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી વાહવાહી મેળવવાના ચક્કરમાં કોઈક વાર તેઓ એવું કરી બેસતા હોય છે કે તે બાબત તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે. જેમાં યુવાને પોતાના ગળામાં અજગરને વીંટાળીને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો, આ વિશે વન વિભાગને માહિતી મળતા આ યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મટવાડ ગામે નાઇકી ફળિયામાં રહેતા વિરલ પટેલ નામના ઈસમ દ્વારા ભારતીય અજગર જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 નવા કાયદા મુજબ સંરક્ષીત સુચી 1 માં આવે છે તેને યુવાને પકડીને ગળે વીંટાળીને એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સામાજિક વિભાગ ગણદેવી રેન્જ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભારતીય વન્યજીવ સંરક્ષણ ધારા 1972 ના નવા સુધારા વર્ષ 2022 ના અમેન્ડમેન્ટ કાયદા મુજબ વન્યજીવ પાળવું, રાખવું, ઈજા પહોંચાડવી કે તેને પજવણી કરવી અથવા પોતાની સાથે વિડીયો બનાવી સોશિયલ મિડિયામાં વિડિયો મુકવો એ ગુનો છે. આવો જ એક કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મટવાડ ગામે બન્યો છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગણદેવીના છાયા પટેલે આ વિશે જણાવ્યું હતું કે, "નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મટવાડ ગામે નાઇકી ફળિયામાં રહેતા વિરલ પટેલ નામના ઈસમ દ્વારા ભારતીય અજગર જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 નવા કાયદા મુજબ સંરક્ષીત સુચી 1માં આવતો આવે છે તેને પકડીને ગળે વીંટાળીને એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા એવા ઈન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. આ મુદ્દે આજરોજ ગણેલી સામાજિક વનીકરણ વિભાગ ગણદેવી રેન્જ દ્વારા મટવાડ ગામે જઈ નાઇકી ફળિયામાં રહેતા વિરલ પટેલને અટક કરીને તેની મેડીકલ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે."
આ પણ વાંચો: