નવસારી: જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ બેકાબૂ બની છે. ત્રણેય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અંબિકા કાવેરી અને પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે.
- જિલ્લામાંથી 300 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
- સાવચેતીના ભાગરૂપે નવસારી શહેરમાંથી સૌથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
- પાલિકા દ્વારા સ્કૂલ, હોલમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરાઈ
- પૂર્ણા અને અંબિકા નદીએ ગાંડીતૂર
- 2 પૂરની સહાય આવી નથીને ફરી પુર આવ્યો
જુલાઈ અને ઓગસ્ટ માસમાં બે વખત ભારે પુર આવ્યા હતા ત્યારે સપ્ટેમ્બર માસની શરૂઆત થતાં જ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોએ પુરરૂપી આફતનો સામનો કરવો પડ્યો છે, નવસારી જિલ્લા વહીવટી તંત્રએ સરકારી વાહન ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ તો કરી છે. પરંતુ ઘરમાં રહેલા સામાન્ય સુરક્ષિત મૂકવું એ ખૂબ જ મહેનત માંગતું કામ છે, ગઈ વખતના બંને પુર માં સર્વે થયો પરંતુ સરકારી સહાય મળી નથી ત્યાં પરિવાર ત્રીજો પુર આવતા લોકોએ આકાશ તરફ મીટ માંડીને વરૂણદેવને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ગણદેવી તાલુકાની સ્થિતિ
- નવસારીની બીલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીની સપાટીમાં વધારો
- અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી
- બીલીમોરા શહેરના વાડિયા સીપીઆર બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની થઈ શરૂઆત
- અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ થયું સંપર્ક વિહોણું,
- અંબિકા નદી કાંઠાના 14 જેટલા ગામોમાં પાણી ભરાયા
- ભાઠા કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં ભરાયા પાણી
- ગણદેવી તાલુકાના અંબિકા કાંઠાના 16 ગામોને કરાયા એલર્ટ
- અંબિકા નદીના પૂરના પાણીમાં વધુ બે લોકો ફસાયા હતા
- ગણદેવી તાલુકાના મોરલી ગામનો 2 લોકો અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલા લોકો ફસાયા
- ફસાયેલા ઈસમોનું રેસ્કયું કરવા માટે સ્થાનિક તરવૈયા સહિત ફાયર વિભાગની ટીમ શોધખોળ હાથ ધરી
બારડોલી રોડ અવરોધાયો...
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદી મા પૂરની સ્થિતિ બની છે બપોરે 2:00 વાગ્યા બાદ અચાનક પૂર્ણના જસ્ટર 13 ફૂટ થી વધુ વધતા નવસારીના ગામડાઓ અને નવસારીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના આમળપુર ગામ થી સેલાળા થઈ બારડોલી રોડ જતા માર્ગ ઉપર 10 થી 12 ફૂટ જેટલા પૂર્ણ ના પુરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો છે પેરા ગામના મહાદેવ મંદિરમાં ભરાયેલો મેળો પણ પૂરના પાણી ભરાતા બંધ કરાયો છે જ્યારે માર્ગ પર એક કાર પાણીમાં ફસાઈ હતી જેમાં સવાર ચાર લોકો ને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હતા જો કે કાર હજી પણ રસ્તા ઉપર ફસાયેલી હોવાની માહિતી સ્થાનિકો આપી રહ્યા છે
..તો ખેડૂતોનો પાક ફરી નિષ્ફળ થશે
બે વખત આ રેલમાં ખેડૂતોના શેરડી શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સર્વેની કામગીરી પણ કરી હતી જેમાં સહાય મળવાની બાકી છે. ખેડૂતોએ હાલમાં જ ફેરરોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં ફરી વાર ત્રીજી વખત રેલ આવતા ખેડૂતોની કમર ભાંગી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
પૂર્ણા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલા નવીન નગર રંગૂનનગર રીંગરોડ મિથિલાનગરી કમલા દરવાજા સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા લોકોને હાલા કે વેઠવાનો વારો આવ્યો છે શહેરના નવીન નગર વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા અનેક લોકોને સ્થળાંતર કરવાની તેમજ રાત પાણી વચ્ચે ગાળવાની નોબત આવી છે પૂરની પરિસ્થિતિમાં વધુ પાણી ભરાતા વીજળી પણ ડૂલ થઈ જાય છે લોકોને ખાવાની તેમ જ રહેવાની મુશ્કેલી પડે છે પાલિકા દ્વારા નજીકના સરકારી પ્રાથમિક શાળા તેમજ સામાજિક સંસ્થાના હોલમાં લોકો ન રહેવાની તેમજ ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તેમ છતાં વધુ પાણી હોવાને કારણે કેટલાક વિસ્તારો સુધી પાલિકા પણ પહોંચી શકતી નથી ત્યારે લોકો બોટની વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા એવી રહ્યા છે સાથે જ કેટલાક લોકોને હજી સુધી અગાઉ આવેલા પૂરની કેશ ડોલ મળી નથી જેને કારણે લોકોમાં સરકાર દોઢ મહિનામાં ચાર વાર પુર આવ્યા જેમાં ઘણી નુકસાની થઈ ત્યારે યોગ્ય સર્વે કરી સહાય આપે એવી આશા પણ સહી રહ્યા છે.
જિલ્લાની સ્થિતિને લઈને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ઉપરવાસના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે નવસારી શહેરમાંથી 100 જેટલા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ જિલ્લા પંચાયત મળીને કુલ 55 જેટલા રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, નવસારી જિલ્લામાં વરસાદ ઓછો છે. પરંતુ ડાંગ જિલ્લામાં વરસાદને કારણે જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.