ETV Bharat / state

નવસારીના અમલસાડ ગામે 5 કરોડનું પાણી પુરવઠા કૌભાંડ, 10 આરોપીની ધરપકડ - Navasari News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 3:52 PM IST

નવસારીની પાણી પુરવઠાની પેટા કચેરીના બીલીમોરાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાઓના ગામડાઓમાં પાણી પુરવઠાની યોજનાઓ બનાવી અધુરુ અને કાગળ પર કામ દર્શાવી પાંચ કરોડથી વધુનું કૌભાંડ કર્યાનો આક્ષેપ થયો છે. Navasari News Bilimora Water Supply Department 5 Cr Scam CID Crime

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

નવસારીઃ પાણી પુરવઠાની પેટા કચેરી બીલીમોરાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં ગણદેવી ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં પાણી પુરવઠાની યોજનાઓ બનાવી ક્યાંક અધૂરું તો ક્યાંક કાગળ ઉપર કામ દર્શાવીને પાંચ કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ છે. સમગ્ર કોભાંડ ધ્યાને આવ્યા બાદ CID ક્રાઇમમાં ફરિયાદ થઈ છે. આ કેસમાં 14 આરોપીઓમાંથી 10ની ધરપકડ પણ કરવામાં આવી છે.

90 વિકાસકાર્યો દર્શાવાયાઃ આ સમગ્ર કૌભાંડમાં કાગળ પર 90 કામો દર્શાવવામાં આવ્યા હતા. તેમાંથી 3 ગણદેવી તાલુકાના અમલસાડ ગામના છે. અમલસાડના વિકાસ ફળિયા, ગામતળ ફળિયા અને મંદિર ફળિયામાં કુલ 18 લાખથી વધુના 3 કામો મંજૂર કરાયા હતા. 1 વર્ષ અગાઉ તેની શરૂઆત થઈ હતી પરંતુ કૌભાંડી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળી આ કામો પૂર્ણ જ કર્યા ન હતા અને બારોબાર 18 લાખથી વધુની રકમ બિલ પેટે ચૂકવી દેવામાં આવી હતી.

અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતઃ પાણી પુરવઠાની યોજના ગ્રામ પંચાયતે માંગી હતી, પરંતુ કાંકરાપાર જૂથ યોજના હેઠળ શરૂ થયેલા કામ મુદ્દે ગ્રામ પંચાયતને કોઈ જાણ ન હતી. એજન્સી સીધી આવી અને કામ શરૂ કર્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા કોઈ કમ્પ્લિસન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી. જેથી નવસારી જિલ્લામાં પાણીના માટે ખર્ચાયેલા લાખો કરોડો રૂપિયા અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મદદથી ચાઉ કરી ગયા હોય એવી સ્થિતિ સ્પષ્ટ થાય છે.

શું કહે છે અમલસાડના પૂર્વ સરપંચ?: આ સમગ્ર મામલે અમલસાડના પૂર્વ સરપંચ નિલેશ નાયકે જણાવ્યું હતું કે, અમલસાડ ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે પાણીની ટાંકી અને સંપની માંગણી કરવામાં આવી હતી. જે મુજબ કાકરાપાર જૂથ યોજના હેઠળ સ્તંભ અને 3 ટાંકી મંજૂર થઈ હતી. જેનું કામ અધુરુ રાખવામાં આવ્યું છે. પાણીની લાઈનો પણ ગત ચોમાસા દરમિયાન નાખવાની કામગીરી કરવામાં આવી હતી જે અધૂરી હાલતમાં છે. સમગ્ર બાબતે પંચાયતમાં કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર કે કંઈ પણ માહિતી આપવામાં આવી નથી. સમગ્ર કામ પંચાયતને અંધારામાં રાખીને કરવામાં આવ્યું છે. જેને લઇને પંચાયતે કોઈપણ જાતનું સર્ટિફિકેટ આપ્યું નથી.

  1. સરકારી બાબુઓએ જ સરકારને લગાવ્યો 9 કરોડનો ચુનો, 14 સામે FIR 10ની ધરપકડ, જાણો શું છે મામલો - water works scam busted in navsari
  2. "સરસ્વતી સાધના" યોજના હેઠળ સરકારે "લક્ષ્મી" સાધના કરી, કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું : અમિત ચાવડા - Gandhinagar News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.