ETV Bharat / state

"ભાર વગરનું ભણતર" સૂત્રને સાકાર કર્યું છે આ શિક્ષકે, થયા છે આ એવોર્ડથી સન્માનિત - Teachers Day 2024

અભ્યાસમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું જીવન ઘડતર કરી રહ્યા છે બોડેલી તાલુકાની વાલોઠી ગ્રુપના સી.આર.સી. કૉ-ઑ. નટવરસિંહ ચૌહાણ. જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક એવોર્ડથી સન્માનિત થયા છે., Teachers Day 2024

નટવરસિંહ ચૌહાણને જિલ્લા કક્ષાએ પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાયા
નટવરસિંહ ચૌહાણને જિલ્લા કક્ષાએ પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 5:17 PM IST

નટવરસિંહ ચૌહાણને જિલ્લા કક્ષાએ પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાયા (ETV Bharat Gujarat)

છોટાઉદેપુર: દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે. એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે.

શિક્ષક દિવસની ઉજવણી
શિક્ષક દિવસની ઉજવણી (ETV Bharat Gujarat)

શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી: શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ 2024-25માં છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર નટવરસિંહ ચૌહાણ બાળકોને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.

ડ્રોપ આઉટ રેશ્યિો ઘટાડી 100 ટકા કર્યો: નટવરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હું વર્ષ 2017થી બોડેલી તાલુકાની વાલોઠી ક્લસ્ટરમાં સી.આર.સી. કૉ.ઑરડીનેટર તરીકે ફરજ બજાવું છુ. આંતરિયાળ વિસ્તારના વાજપુર, વાલોઠી, શિવજીપુરા, મુઢીયારી, કથોલા, બામરોલીની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સ્ટાફ સાથે સતત સંપર્કમાં રહને ડ્રોપ આઉટ રેશ્યિો ઘટાડી 100 ટકા નામાંકન કરાવ્યું છે.

નટવરસિંહ ચૌહાણ
નટવરસિંહ ચૌહાણ (ETV Bharat Gujarat)

અમુક બાળકો જો શાળાએ ના આવે તો તેઓ ઘરે જઈને વાલીઓનો સંપર્ક કરે છે અને વધુમાં વધુ બાળકો શાળાએ આવે તેવા પ્રયાસો કરે છે. જેના ફળ સ્વરૂપે વધુ બાળકો શાળાએ આવતા થયા છે અને બાળકોના અભ્યાસમાં પણ સુધારો આવ્યો છે. ગામના લોકો પણ અમને સહયોગ આપે છે. કોઈ બાળક શાળાએ ન આવ્યું હોય તો જાણ કરે છે. બાળકોને શાળા બહાર વિવિધ સ્થળો લઈ જઈને પ્રવુતિઓ કરાવતા, બાળકો શાળાએ નિયમિત આવતા થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

પારિતોષિક એવોર્ડથી સન્માનિત
પારિતોષિક એવોર્ડથી સન્માનિત (ETV Bharat Gujarat)

પુરસ્કાર આપી સન્માન કરાયું: એક પાઠ પૂરો થાય એટલે તેની કસોટી લેવામાં આવે છે. આ કસોટીમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહનરૂપે પેન, પેન્સિલ વગેરે જેવા ઇનામો આપવામાં આવે છે, આ રીતે વાલોઠી ક્લસ્ટરની કામગીરી કરી જેણે લઈને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના અથાગ પ્રયાસોને કારણે નટવરસિંહ ચૌહાણને વર્ષ-2024 માટે જિલ્લા સીઆરસી, બીઆરસી, કેળવણી નિરક્ષક, એચ ટાટ આચાર્યની શ્રેણીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ પુરસ્કાર આપી દરબાર હોલ છોટાઉદેપુર ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

  1. "રજા" શબ્દ આ શિક્ષકની ડિક્શનરીમાં નથી : ભણતર બાદ બાળકોનું ઘડતર કરતા શિક્ષક હિંમતભાઈ - Teachers Day 2024
  2. મળો સરકારી શાળાના એ મહિલા આચાર્યને, જેણે શાળાની સાથે શિક્ષણની પણ કરી કાયાપલટ - Teachers Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.