ETV Bharat / state

જામનગરમાં નેશનલ લોક અદાલત: 8000 કેસનો નિકાલ, 2555 કેસ હજુ પેન્ડિંગ, જાણો - National Lok Adalat at Jamnagar - NATIONAL LOK ADALAT AT JAMNAGAR

જામનગરમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી. આ અદાલતમાં વિવિધ પ્રકારના કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણો. National Lok Adalat at Jamnagar

જામનગરમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી
જામનગરમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 9:44 PM IST

જામનગર: જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં હજારો લોકોએ ન્યાયની અપેક્ષા સાથે ભાગ લીધો હતો. આ અદાલતમાં વિવિધ પ્રકારના કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એન.આર. જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, પીજીવીસીએલ વિવાદો અને બેંક સંબંધિત કેસો સહિતના અનેક પ્રકારના કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ અદાલતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમણે વિવિધ પ્રકારના કાયદાકીય મુદ્દાઓનું નિરાકરણ કરાવવા માટે અરજીઓ કરી હતી. આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, પીજીવીસીએલ અને બેંક તકરાર જેવા સંવેદનશીલ મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

આજે 8000 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જોકે હજુ પણ 2555 કેસ પેન્ડિંગ છે (Etv Bharat Gujarat)

ડિસ્ટ્રિક્ટ જજ એન.આર. જોશીએ આ લોક અદાલતનું નિરીક્ષણ કરીને તેની કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'લોક અદાલત એ ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનું એક અસરકારક માધ્યમ છે. આ અદાલતમાં આવતા તમામ લોકોને મોદકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો, જેનાથી સૌનું મન પ્રફુલ્લિત થયું હતું.'

તમને જણાવી દઈએ કે, આ અદાલતમાં કુલ 16 હજાર કેસોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા, જેમાંથી આજે 8000 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ 2555 કેસ પેન્ડિંગ છે. આ કેસોનો નિકાલ કરવા માટે આગામી દિવસોમાં વધુ લોક અદાલતોનું આયોજન કરવામાં આવશે. આ લોક અદાલતની સફળતાએ એ વાતને સ્પષ્ટ કરી છે કે, કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ એક સંભવ છે. આવા પ્રયાસોથી ન્યાયિક પ્રણાલીને મજબૂત બનાવવામાં મદદ મળશે અને લોકોનો ન્યાયમાં વિશ્વાસ વધશે.

આ પણ વાંચો:

  1. તાપીમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ ગણેશજીને ભવ્યતાથી આપી વિદાય- Video - visarjan of Ganapati
  2. ભાવનગર આરોગ્ય વિભાગની માંગણી: વધતા પેટ્રોલના કારણે ઈ રિક્ષાની માંગ, દોઢ વર્ષથી સડી રહી છે - health department asked e rickshaw

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.