ETV Bharat / state

જુઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પહેલા સુરક્ષા વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલ યોજાઈ - STATUE OF UNITY

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના સંદર્ભે સુરક્ષાના જરૂરી પ્રબંધની સુચારુ વ્યવસ્થા ચકાસવા એક મોકડ્રીલ યોજાઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકી હુમલો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકી હુમલો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 9:28 AM IST

Updated : Oct 22, 2024, 10:00 AM IST

નર્મદા : પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં અંકિત થયેલા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને રાહબરી હેઠળ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ હતી. ચેતક કમાન્ડો દ્વારા દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

SOU ખાતે આતંકી હુમલો : સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડ કોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હુમલો થયો હતો. આ દરમિયાન આતંકીઓએ પ્રવાસીઓને બાનમાં લીધા હતા અને ડેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા SRPF જવાનો પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકી હુમલો (ETV Bharat Gujarat)

સુરક્ષા દળો દ્વારા ઓપરેશન : ચાર જેટલા સશસ્ત્ર આતંકીઓએ આ સ્થળોએ ઘુસીને પ્રવાસીઓને બાનમાં લીધા હોવાના સમાચાર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ અને જિલ્લા વહીવટી તંત્રને મળતા જ તંત્રએ સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગરૂપે એક્ટિવ કરી હતી. સાથે જ આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યું હતું.

સુચારુ વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોઈપણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુરક્ષાના જરૂરી પ્રબંધની સુચારુ વ્યવસ્થા સહિત સમયસર જે-તે અટકાયતી પગલાં ભરવાની પણ ભારપૂર્વકની હિમાયત કરી આંતકીઓના મનસુબાને નાકામિયાબ કરવા કટિબદ્ધતા દાખવા સૌને અપીલ કરાઈ હતી.

ચેતક કમાન્ડો દ્વારા ઓપરેશન : આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ, SRP, CISF, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, સિવિલ ડિપાર્ટમેન્ટ સહિત સંબંધિત વિભાગની ટીમોએ સમય વર્તે સાવધાનીથી ભાગ લીધો હતો. આમ સફળતાપૂર્વક આ મોકડ્રીલ યોજાઈ હતી.

  1. સુરત એરપોર્ટ પર વિમાન હાઈજેકનું કરાયુ દિલધડક મોકડ્રીલ
  2. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનમાં આગ ભભૂકી

Last Updated : Oct 22, 2024, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.