ETV Bharat / state

MCC દ્વારા મહા સંમેલનનું આયોજન, અમદાવાદના જુહાપુરા ગાંધી હોલ ખાતે યોજાયો કાર્યક્રમ

અમદાવાદના જુહાપુરા ગાંધી હોલ ખાતે MCC દ્વારા મુસ્લિમ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા.

અમદાવાદમાં MCC દ્વારા મહા સંમેલનનું આયોજન
અમદાવાદમાં MCC દ્વારા મહા સંમેલનનું આયોજન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 10:06 PM IST

અમદાવાદ: અમદાવાદના જુહાપુરા ગાંધી હોલ ખાતે માઈનોરીટી કોર્ડીનેશન કમિટી (MCC) દ્વારા મુસ્લિમ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા અને મુસ્લિમ મુદ્દાઓ પર વાત કરી હતી.

હેરિટેજને જાળવવા ડિજિટલાઈઝેશન કરાશે: આ અંગે માઈનોરીટી કોર્ડીનેશન કમિટી ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે,'અમે અમદાવાદમાં મુસ્લિમ મુદ્દાઓ અને એમની સમસ્યાઓ પર મહા સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં અમે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો કે જેમાં લોકો આપણી હેરિટેજ મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોને જાળવવા માટે ડિજિટલાઈઝેશન કરીશું. દરેક જિલ્લામાં મુસ્લિમોની સમસ્યા અંગે એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે, આ સાથે એમસીસી દ્વારા ગુજરાતમાં લઘુમતીઓ પર થતા હુમલાઓની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી.'

અમદાવાદમાં MCC દ્વારા મહા સંમેલનનું આયોજન (Etv Bharat Gujarat)

દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ: આ પ્રસંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, 'હાલમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે બંધારણને બચાવવાની વાત કરીએ છીએ અને જે લોકો દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાહેબે રોકવું જોઈએ. અને આ અંગે અમે એમને મળવા પણ જઈશું.'

હર્ષ સંઘવી પર રોષ ઠાલવ્યો: ઉપસ્થિત રહેલ પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે હર્ષ સંઘવી પર નિશાનો સાધતા કહ્યું કે,'ત્રણ દિવસ પહેલા ભુજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે ભાષાનો ઉપયોગ કર્યો હતો, તે એક ગૃહમંત્રી માટે યોગ્ય નથી. તેમણે મુસ્લિમ ખાટકી લોકો માટે જે વાત કરી છે તે બિલકુલ ખોટું છે. કોઈપણ મુસ્લિમ સમુદાયના લોકો હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું કંઈ કરતું નથી.'

કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, 'માઇનોરિટી કોર્ડીનેશન કમિટી 2016થી ગુજરાતમાં થઈ રહેલા મુસ્લિમો સાથે અન્યાય સામે અવાજ ઉઠાવી રહી છે, પછી તે મુસ્લિમોની સ્થિતિ, શિક્ષણ, રાજનીતિ, રોજગાર કે તેમના ધાર્મિક સ્થળો વિશે હોય અને આજ માટે આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો અને મુસ્લિમોના અધિકારો અને તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.'

આ પણ વાંચો:

  1. મહેસાણા દુર્ઘટના: મોતને હાથતાળી આપીને ભેખડમાંથી બહાર નીકળેલા યુવકે શું કહ્યું?
  2. MLA રિવાબા જાડેજાએ શસ્ત્ર પૂજા કરીને દશેરાના પર્વની કરી ઉજવણી, નાગરિકોને આપ્યો આ ખાસ મેસેજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.