ETV Bharat / state

VIDEO: મોરબીની સબ જેલમાં બંધ ગેંગ રેપના કેદીએ દારૂ પાર્ટી ઈન્સ્ટાગ્રામ પર કરી LIVE - MORBI JAIL LIQOUR PARTY

મોરબીની સબજેલમાં ગેંગ રેપના કેસમાં બંધ બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેલમાં મહેફિલ માણતા કેદીની તસવીર
જેલમાં મહેફિલ માણતા કેદીની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 9:17 PM IST

મોરબી: મોરબીની સબ જેલ છાશવારે માધ્યમોમાં ચમકતી રહે છે. હજુ 14 દિવસ પૂર્વે જ જેલમાંથી માવા મળી આવતા દોઢેક માસ પૂર્વે જ નીમાયેલા જેલરની બદલી થઇ હતી. તો હવે સબ જેલમાં બંધ ગેંગ રેપના આરોપી કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું. તેમજ વધુ એક દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરુ થયો છે.

કેદીનો વીડિયો વાઈરલ (ETV Bharat Gujarat)

DYSP અને SOG ટીમ દ્વારા જેલમાં તપાસ શરુ
મોરબીની સબજેલમાં ગેંગ રેપના કેસમાં બંધ બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. એટલું પૂરતું ન હોય તેમ બપોરે બીજો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કાચા કામનો કેદી દારૂની મહેફિલ માણતો જોવા મળતો હતો. જે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોને પગલે જેલ પ્રસાશનમાં દોડધામ મચી ગઈ હતી. તો DySP અને SOG સહિતની ટીમો ચેકિંગ માટે સબ જેલ દોડી ગઈ હતી અને હાલ સબ જેલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

14 દિવસ પહેલા જ જેલરની બદલી થઈ હતી
મોરબી સબ જેલમાં ગત 8 નવેમ્બરના રોજ 40 માવા પકડાયા હતા. તેમજ અન્ય ખામીઓ ધ્યાને આવતા જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ જેલ ખાતે બદલી કરવામાં આવી હતી. તે સમયે બદલી પામેલા સુજાનસિંહ ચુડાસમા માત્ર દોઢેક માસ પૂર્વે જ મોરબી નિમણુક પામ્યા હતા અને આટલા ટૂંકાગાળામાં તેની બદલી કરવાની ફરજ પડી હતી. જે બનાવના માત્ર 14 દિવસ વિત્યા બાદ ફરી સબ જેલ વાયરલ વીડિયો મુદે વિવાદમાં આવી છે.

વીડિયો ક્યારનો છે તે દિશામાં તપાસ શરુ: જેલર
વાયરલ વીડિયો મામલે જેલર એચ.એ બાબરિયાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ જેલર તરીકે ગત 11 નવેમ્બરના રોજ ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી કેદીને દાઢી છે આરોપી હાલ મોરબી સબ જેલમાં જ છે. અગાઉ તે ભુજ જેલમાં રહી ચુક્યો છે અને 15 ઓગસ્ટના રોજ મોરબી જેલમાં દાખલ કરાયો છે. વીડિયો ક્યારનો છે તેની તપાસ ચાલી રહી છે. વીડિયો હાલના ટૂંક સમયનો ના હોવાનું અનુમાન પણ જેલરે વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.