છોટા ઉદેપુર: જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં વસતા લોકોનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદથી છોટાઉદેપુર જિલ્લાનાં લોકોનું જીવન અયસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વીજ પૂરવઠો ખોરવાયો કજે તેમજ ઇન્ટરનેટ સુવિધા બંધ થઈ છે. ભારે વરસાદના કારણે જિલ્લામાંથી વહેતી તમામ નદીઓ અને કોતરો બે કાંઠે વહેતા થયા છે, ત્યારે જિલ્લાના સૌથી મોટા ગણાતા સુખી ડેમમાં પાણીની આવક વધતા 90 ટકા જેટલો ભરાઈ જતાં, 6 ગેટ 0.75 સે.મી ખોલવામાં આવ્યા હતાં. આ સાથે 15 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારજ નદીના ડેમમાં પાણી છોડાતા ભારજ નદી ઉપર પાવી જેતપુર પાસે સિહોદ ગામ પાસે આવેલ પુલ જે અગાઉથી ક્ષત્તિગ્રસ્ત હતો તે પુલ બેસી ગયો હતો. જે 7.20 કલાકે તૂટી પડ્યો હતો.
- છોટા ઉદેપુર વડોદરા નેશનલ હાઇવે નંબર 56ને સિહોદથી સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે.
પુલ પર અવર જવર બંધ: ભારજ નદીમાં પાણીનાં વધુ પ્રવાહને કારણે પુલની બાજુમાં તાજેતરમાં બનવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જવા ગયું છે, તો બાજુ પુલ પણ બેસી જતાં પુલની બન્ને બાજુ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી પુલ પર વાહન વ્યવહાર કે પગપાળા અવર જવર બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બીડેલીથી મોડાસર ચોકડીથી રગલી ચોકડીનું ડાયવર્ઝન આપી વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.