ETV Bharat / state

વિદ્યાર્થીઓના સપનાને મળી "ઉડાન", ચીખલા પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટ્રી વર્કશોપ - Banaskantha News

બનાસકાંઠાના દાંતા તાલુકાના ચીખલા પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટ્રી વર્કશોપ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ નિષ્ણાતો પાસેથી ઓછા સાધનોથી રોકેટ બનાવવાની રીતે શીખ્યા હતા. ઉપરાંત શિક્ષકોની હાજરીમાં જાતે રોકેટ લોન્ચ કરી અવકાશ વિજ્ઞાનના સપનાને ઉડાન આપી હતી.

ચીખલા પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટ્રી વર્કશોપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 4:33 PM IST

વિદ્યાર્થીઓના સપનાને મળી "ઉડાન"

બનાસકાંઠા : દાંતા તાલુકાના મહત્તમ આદિવાસી વિસ્તાર એવા અંબાજી નજીક આવેલી ચીખલા પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટ્રી વર્કશોપ યોજાયો હતો. અંબાજીની ગ્રીન માર્બલ અને સ્ટોન ડેકોર દ્વારા આયોજિત વર્કશોપમાં ઓછા સંસાધનો સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી રોકેટ બનાવવાની પ્રક્રિયા શીખવાડી હતી. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ જાતે જ રોકેટ લોન્ચ કરી અવકાશ વિજ્ઞાનનો અનુભવ કર્યો હતો.

મોડેલ રોકેટ્રી વર્કશોપ : ચીખલા પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8 ના બાળકો માટે અંબાજીની ગ્રીન માર્બલ અને સ્ટોન ડેકોર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછા સંસાધનો સાથે રોકેટ બનાવવાની પ્રક્રિયા શીખવાડી હતી. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવવા અને અવકાશ વિજ્ઞાનમાં રુચિ પેદા થાય તેવા હેતુથી આ વર્કશોપનું આયોજન કરાયું હતું.

રોકેટરુપી સપનાની ઉડાન : ચીખલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગ્રુપ બનાવી રોકેટના મોડેલ તૈયાર કર્યા હતા. અંદાજે ત્રણ કલાકની જાત મહેનતથી વિદ્યાર્થીઓએ રોકેટ બનાવ્યા હતા. ઉપરાંત આ તમામ રોકેટનું પરીક્ષણ પણ જાતે જ કરવામાં આવ્યું હતું. ચીખલામાં સ્થિત હેલિપેડ ખાતે તજજ્ઞો દ્વારા બાળકોને શિક્ષકોની હાજરીમાં સૌપ્રથમ ટ્રેનિંગ આપવામાં આવી હતી. બાદમાં બાળકોએ જાતે બનાવેલા 40 જેટલા રોકેટો એક પછી એક હેલિપેડ ગ્રાઉન્ડથી ઉડાડ્યા હતા. આ દ્રશ્ય જોઈને બાળકોમાં ભારે ખુશી જોવા મળી હતી.બાળકોએ સૌ પ્રથમ વખત આવી પ્રક્રિયા કરી રોકેટ બનાવી ઉડાડતા જીવનમાં કંઈક નવું શીખ્યા હોવાનું અહેસાસ કર્યો હતો.

  1. ISRO Singapore Satellites: સિંગાપોરના 7 ઉપગ્રહોનું કાઉન્ટડાઉન શરુ, આવતીકાલે સવારે 6.30 વાગ્યે લોન્ચિંગ
  2. અધધ 1 હજાર ફૂટની ભવ્ય રામ રંગોળી ! ડીસાના માલગઢના બાળકોની અદ્ભુત કલાકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.