સુરત: વેસુ સ્ટાર ગેલેક્સીની પાસે હેપ્પી એલીગન્સમાં રહેતી મોડેલ અને ફેશન ડિઝાઈનરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરી છે. મોતનુ ચોક્કસ કારણ જાણવા પોલીસે દરેક પાસાથી તપાસ શરૂ કરી છે. પોલીસે મરનારના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સના આધારે પણ તપાસ શરૂ કરી છે.
મોડેલ આપઘાત કેસમાં વેસુ પોલીસ ક્રિકેટરની પૂછપરછ કરશે. IPLનો એક ક્રિકેટર છ મહિનાથી તાનિયાના સંપર્કમાં હતો. સુરત વેસુ પોલીસ ક્રિકેટરને પૂછપરછ માટે બોલાવશે. તાન્યા ના કોલ ડીટેલમાં અનેક રાઝ મળી શકે છે.
તાન્યાના મોબાઈલ ફોનમાંથી આઇપીએલ અને રણજી પ્લેયર ટીમના ઓલરાઉન્ડર અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. એસીપી વી.કે.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મોબાઈલ તપાસ કરતા જેટલા લાસ્ટ સંપર્ક મળ્યા છે તેમને પૂછપરછ કરવા બોલવામાં આવશે. અભિષેક નામના યુવક સાથે ચેટ મળી આવ્યા છે તેમને ટેલીફોનીક જાણ કરાઇ છે. ફોનમાંથી એક તરફી અભિષેક શર્માને મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. અભિષેકને પૂછપરછ માટે જરૂર લાગશે તો બોલવામાં આવશે.
તાન્યા સિંહે જીવન ટુંકાવ્યું: મુળ રાજસ્થાનના શિખર જિલ્લાના વતની અને હાલ વેસુ સ્ટાર ગેલેક્સીની પાસે હેપ્પી એલીગન્સ વિભાગ-બી,1 ઘર નં.702માં રહેતા રામેશ્વરસિંહ ભવાની પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી મિલમાં નોકરી કરે છે. રામેશ્વરસિંહને 29 વર્ષીય દિકરી તાન્યા છે અને દિકરો છે જે કેનેડા રહે છે. અહીં રામેશ્વરસિંહ દિકરી અને પત્ની સાથે રહે છે. રામેશ્વરસિંહની દિકરી તાન્યા ફેશન ડિઝાઈર હતી. આ ઉપરાંત તેણી મોડલીંગ પણ કરી રહી હતી. રામેશ્વરસિંહની પત્ની જયપુર લગ્ન પ્રસંગે ગઈ હતી. હાલ તેઓ દિકરી સાથે હતા. દરમિયાન દિકરી તાન્યાએ સવારે આત્મહત્યા કરી જીવન ટુંકાવી દીધું હતું.
કાનમાં ઈઅર બર્ડસ હતા: આ અંગે પોલીસને જાણ કરતા વેસુ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી - વધુ તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે તાન્યાના લાશ જયારે કાઢવામાં આવી ત્યારે તાન્યાના કાનમાં ઈઅર બર્ડસ(હેન્ડ્સ ફ્રી) પણ હતા. કોઈક સાથે ફોન પર વાત કરતા-કરતા આવેશમાં આવીને અંતિમ પગલું ભર્યું હોવાનુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ફેશન ડિઝાઇનિંગ અને મોડલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી તાન્યા સિંહે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલવામાં આવ્યા હતા. કોઈ સુસાઇડ નોટ અત્યાર સુધી મળી આવ્યું નથી. જોકે આપઘાત પાછળનું કારણ શું છે તે અંગેની પોલીસ તપાસ કરી રહી છે. - વી.કે મલ્હોત્રા, એસીપી - સુરત પોલીસ