ETV Bharat / state

MLA રિવાબા જાડેજાએ શસ્ત્ર પૂજા કરીને દશેરાના પર્વની કરી ઉજવણી, નાગરિકોને આપ્યો આ ખાસ મેસેજ - RIVABA JADEJA SHASHTRA POOJA

જામનગરમાં આવેલા મચ્છર નગર વિસ્તારમાં દશેરાના પર્વ ક્ષત્રિય સમાજ દ્વારા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્ર પૂજન કરતા રિવાબા જાડેજાની તસવીર
શસ્ત્ર પૂજન કરતા રિવાબા જાડેજાની તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 5:30 PM IST

જામનગર: આજે દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે જામનગર ઉત્તર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ આજે શસ્ત્ર પૂજન કર્યું હતું.

રિવાબાએ કરી શસ્ત્ર પૂજા

જામનગરમાં આવેલા મચ્છર નગર વિસ્તારમાં દશેરાના પર્વ ક્ષત્રિય સમાજ દ્વારા નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધિ વિધાન સાથે ધારાસભ્ય રિવાબા જાડેજા હાજર રહ્યા હતા. તેમણે તલવાર અને રિવોલ્વરને રક્ષા સૂત્ર બાંધ્યું હતું અને કુમકુમ અને ચોખા ચઢાવીને પૂજા કરી હતી.

દશેરાના તહેનાર નિમિત્તે લોકોને પાઠવી શુભકામના
આ અવસરે તેમણે તમામ લોકોને દશેરાના પર્વની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, દશેરાના પર્વએ મારા જામનગર ઉત્તર વિધાનસભાના મચ્છર નગર વિસ્તારમાં દશેરાના પાવન પર્વએ શસ્ત્ર પૂજાના માધ્યમથી સેલિબ્રેશન કરવાનો મને અવસર મળ્યો. તમામ ક્ષત્રિય ભાઈ અને બહેનોની સાક્ષીમાં અમે શસ્ત્ર પૂજન કર્યું. હું તમામ નગરજનોને દશેરાના પર્વની શુભકામનાઓ પાઠવું છું.

આ સાથે તેમણે કહ્યું, જેવી રીતે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજયના માધ્યમથી પ્રભુ શ્રી રામે રાવણ દહન કરીને જીવનમાં અડચણ લાવનારી તમામ બદીઓને દૂર કરીને રાવણનો વિનાશ કરીને આપણા બધાને રસ્તો બતાવ્યો હતો, તેવી જ રીતે આજે આપણે આપણા જીવનમાં આવતી તે બદીઓનો વિનાશ કરીને જીવનને ઉન્નત બનાવીએ એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં દશેરાની રમઝટ: વિજયાદશમી નિમિતે ગરમા-ગરમ જલેબી સાથે ચોળાફળી અને મીઠાઈઓની પણ બોલબાલા
  2. ભુજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કર્યું, આસુરી તત્વો પર વિજય માટે પ્રાર્થના કરાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.