ETV Bharat / state

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાનું વેચાણ કરતી મેડીકલ એજન્‍સી ઝડપાઇ - illegal selling allopathic medicine - ILLEGAL SELLING ALLOPATHIC MEDICINE

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઇવાઇન બાયોટેક ખાતે માલીકની હાજરીમાં વિવિધ શંકાસ્પદ દવાના 6 નમુના લઇ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. સ્થળ પરથી 10 લાખની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી હતી. બોગસ મેડીકલ એજન્‍સીના માલીક અગાઉ પણ બનાવટી દવાની ફેક્ટરી પકડાઇ તે કૌભાંડમાં પણ સામેલ હતા., illegally selling allopathic medicine

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 3:52 PM IST

ગાંધીનગર: રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબ્ધ છે.

જેના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના શ્રી વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.) તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર દવાના સ્ટોર્સ ઇવાઇન બાયોટેક, પ્લોટ નં. ૨૩, ન્યુ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ, અમ્બાવપુરા રોડ, જી.આઇ.ડી.સી. છત્રાલ, છત્રાલ,ગાંધીનગરના માલીક અંકિત બી પ્રજાપતી દ્વારા ગેરકાયદેસર વગર પરવાનગીએ એલોપેથી દવાની એજન્‍સી ઉભી કરી તથા કેટલીક દવાઓ માર્કેટમાંથી ખરીદી કરી તથા કેટલીક દવાઓના જાતે લેબલો લગાડી બારોબાર દવાનું વેચાણ ચાલુ કરી દીધેલ હતું. જે તંત્રએ પકડી પાડ્યુ છે.

તંત્રની તપાસ દરમ્યાન અધિકારીઓએ Dp-MR (Diclofenac Potassium, Paracetamol & Chlorzoxazone Tablets), NIMOEV-P (Nimesulide & Paracetamol Tablets) GLOMEP-D (Omeprazole & Domperidone Capsules), RABEV-DSR (Enteric Coated Rabeprazole Sodium Domperidone Sustained Release Capsules), EVPARA-650 (Paracetamol Tablets IP 650 mg), EBDEX SYRUP (Dextromethorphan HBR Phenylephrine HCL Chlorphenira Mine Maleate Syrup 100 Ml) આ 6 દવાઓના નમુનાઓ ફોર્મ 17 હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે.

તપાસ સમયે તેઓને ત્યાંથી Ibuprofen With Paracetamol Suspension, Mefenamic Acid & Paracetamol Suspension, Paracetamol Oral Suspension IP 250 mg, Cefixime With Lactic Acid Bacillus Tablets, Paracetamol Tablets IP 650 mg સહીત કુલ 17 જેટલી દવાઓનો આશરે 10 લાખ રૂપીયાની કિંમતનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે તંત્રના અધિકારીઓએ જપ્ત કરેલ છે.

આ પેઢી દ્વારા તાજેતરમાં પકડાયેલી સ્પુરીયસ API સપ્લાય કરતી શ્રી હેલ્થકેર નામની ઉત્પાદક પેઢીમાંથી પણ બનાવટી એઝીથ્રોમાઇસીન આશરે 100 કિગ્રા જેટલું API ખરીદ કરી આયાન્સ ફોર્મ્યુલેશન્સ પ્રા. લી., હાલોલ ખાતે વેચાણ કર્યાનું કબુલ કરતાં આ એઝીથ્રોમાઇસીન આશરે 100 કિગ્રા જથ્થો ગોધરાના અધિકારીઓ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે.

વધુમાં તેઓ છેલ્લા 6 માસથી આવી રીતે ગેરકાયદેસર વગર લાયસન્‍સે દવાની એજન્‍સી ચાલુ કરી દવાઓનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા તંત્રના અધિકારીઓએ તેઓ ક્યાંથી? અને કેવીરીતે? દવાઓ ખરીદેલ અને કોને કોને દવાઓનું વેચાણ કરેલ છે? તે અંગે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધેલ છે.

વધુમાં શ્રી ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે કે સદર મેડીકલ એજન્‍સીની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્‍સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

  1. NEET ગેરરીતી મામલે CBIની ટીમે ખેડાના બંને કેન્દ્રો પર નિરીક્ષણ કર્યુ - NEET UGC NET row
  2. અમદવાદમાં પ્લેક્સપોઈન્ડિયા 2024નું આયોજન, ટોચના ઉદ્યોગ સાહસિકોએ લીધો ભાગ - Plexpoindia 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.