ETV Bharat / state

વાછરડા માટે પોલીસ બની દેવદૂત...વાછરડાને કતલ ખાને લઈ જતા બે ઇસમો ઝડપ્યા - mangrol police caught Two Ismans

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હરસણી ગામ નજીકથી વાછરડાને કતલ કરવા લઈ જતા બે ઇસમોને પોલીસે ₹ 26,250 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા .અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.,Mangrol police caught two people in patrolling

વાછરડાને કતલ ખાને લઈ જતા બે ઇસમો ઝડપાયા
વાછરડાને કતલ ખાને લઈ જતા બે ઇસમો ઝડપાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 12:38 PM IST

માંગરોળના હરસણી ગામ નજીકથી વાછરડાને કતલ ખાને લઈ જતા બે ઇસમો ઝડપાયા (Etv Bharat Gujarat)

સુરત: માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ, હેડ કોન્સટેબલ સંદીપભાઈ દેવેન્દ્રભાઈ અને પોલીસ કોન્સટેબલ મેલાભાઈ સાગરભાઇ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે હરસણી ગામ તરફથી બે ઇસમો વાછરડાને કતલ કરવા માટે લઈને આવી રહ્યા છે, જેને આધારે માંગરોળના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર.પઢીયારના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે એક બાઈક ઉપર બેસેલ ઇસમ અને પાછળની સીટ પર બેસેલ ઇસમ દોરડા વડે વાછરડાને બાંધી લઈને આવતા નજરે પડ્યા હતા. આ સમયે પોલીસને જોતા જ ઇસમ ભાગવા લાગ્યો હતો. પરંતુ પોલીસે બંનેને ઝડપી લીધા હતા.

વાછરડા

એક ઇસમનું નામ સુલેમાન ઇસ્માઇલ મમજી (ઉ.વ.70)જુની કોસાડી ગામ ખાડી ફળીયું તા.માંગરોલ જી.સુરત અને બીજો ઇસમ નટવરભાઇ પ્રતાપભાઇ વસાવા (ઉ.વ.66) રાજગઢ ગામ ભાગા ફળીયું તા.વાલીયા જી.ભરૂચનો હોવાનું જણાવ્યું હતુ. તેઓ ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક ફાયદા માટે એક કાળા કલરનો નાના શીંગડાવાળો વાંછરડો જેની ઉમર આશરે ૪ વર્ષની છે. તે વાંછરડાને કતલ કરવાના ઇરાદેથી લઇ આવી જેની કિ.રૂ.૧૦,૦૦૦/- છે. ઉપરાંત લોખંડનો છરો નંગ-૦૧ કિ.રૂ ૨૦૦/-, નાની છરી નંગ-૦૧ કિ.રૂ ૫૦/-, આડજાતનું ગોળાકાર લાકડાનો ટુકડો જેની કિ.રૂ.૦૦/-,આશરે ૧૦ ફુટનું દોરડુ તથા એક સેમસંગ કંપનીનો વાંદળી કલરનો સાદો કીપેડ મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/ અને એક ITEL કંપનીનો કાળા કલરનો સાદો કીપેડ વાળો મોબાઇલ જેની કી.રૂ.૫૦૦/- તથા એક હીરો કંપનીનું લાલ કલરનું પેશન પ્લસ મો.સા રજી.નં-GJ-5-BH-4248 જેની કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે કી.રૂપીયા ૨૬,૨૫૦/- નો મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લીધા હતા. બંને વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને લાજપોર જેલમાં રવાના કરાયા હતા.

  1. આસ્થાનું પ્રતીક "બજરંગદાસ બાપા"નું મંદિર ધ્વસ્ત : સ્થાનિક,ભાજપ-કોંગ્રેસે શુ કહ્યું જાણો વિગતથી - Bajrangdas Bapa temple destroyed.
  2. કોંગ્રેસે રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા રડી પડ્યા - Rajkot Game Zone Fire Accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.